પોરબંદરમાં સમુદ્ર નજીક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતા 4 માંથી ત્રણ જવાનો લાપતા થયા હતા. જ્યારે 1 જવાન મળી આવ્યો હતો.
પોરબંદર નજીક દરિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું
- Advertisement -
ગુજરાતમાં પૂર સંબંધિત રાહત અને બચાવ કામગીરી કરતુ ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલીકોપ્ટર ધ્રુવનું અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.સમગ્ર મામલાની જાણકારી ધરાવતા અધિકારીઓનું કહેવું છે કે હેલિકોપ્ટરે સોમવારે રાત્રે પોરબંદર નજીક દરિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. જેમાં બે પાઈલટ અને બે ડાઈવર સવાર હતા. ઇમરજન્સી લેન્ડિંગ બાદ રિકોનિસન્સ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે એક ડાઇવરનો બચાવ થયો હતો. પરંતુ અન્ય ત્રણ લોકો હજુ લાપતા છે.
પોરબંદરમાં સમુદ્ર નજીક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. કોસ્ટગાર્ડનાં હેલિકોપ્ટરનાં 4 જવાનો સવાર હતા. શોધખોળ દરમ્યાન 1 જવાન મળી આવ્યો હતો. જ્યારે 3 લાપતા જવાનની શોધખોળ માટે કોસ્ટગાર્ડની રેસ્ક્યું ટીમ રવાના થઈ હતી. ગત મધરાતરે ALH CG 863 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
પોરબંદરથી 45 કિમી દૂર હેલિકોપ્ટર ક્રેશ થયું
- Advertisement -
તાજતેરમાં ગુજરાતમાં પડેલે વરસાદને કારણે પુરની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે પુરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કોસ્ટગાર્ડ તેમજ આર્મીની મદદ લેવામાં આવી હતી. ઈન્ડિયન કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પોરબંદરથી લગભગ 45 કિમી દૂર દરિયામાં હતું. તે દરમ્યાન અચાનક ખામી સર્જાતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થતા તેમાં સવાર 4 માંથી 3 પાયલોટ ગુમ થયા હતા. જ્યારે 1 પાયલોટનું રેસ્ક્યું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હજુ પણ 3 પાયલોટ ગુમ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
રેસ્ક્યું તેમજ ડોક્ટરની ટીમને મોકલવામાં આવી
પુરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કોસ્ટ ગાર્ડે 4 જહાજ અને 2 એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. ત્યારે પુર તેમજ વાવાઝોડાની પરિસ્થિતિમાં ભારતીય કોસ્ટ ગાર્ડે 67 લોકોનાં રેસ્ક્યું કરી બહાર કાઢ્યા હતા. ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા આપેલ નિવેદનમાં જણાવ્યું હતું કે, 11 વાગ્યે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિગ કરવું પડ્યું હતું. તેમજ હેલિકોપ્ટરમાં સવાર લોકો માટે રેસ્ક્યું ટીમ તેમજ ડોક્ટરોની ટીમને મોકલવામાં આવી છે.