સરકારે તબીબોને અલ્ટીમેટમ તરીકે આપેલો સમય પુરો થઇ ગયો છે ત્યારે જોવાનું એ રહેશે કે હવે સરકારનું વલણ શું રહે છે.
અલ્ટીમેટમની અવગણના
- Advertisement -
રાજ્ય સરકારે હડતાળ પર ઉતરેલા તબીબોને આજે સવારે 9 વાગ્યા સુધીમાં ફરજ પર હાજર થવા અલ્ટીમેટમ આપ્યુ હતું પરંતુ તબીબોએ આ અલ્ટીમેટમની અવગણના કરી છે.. તબીબોએ તેમની હડતાળ યથાવત રાખી છે.
તબીબોની દલીલ
તબીબોની દલીલ છે કે પાંચ વર્ષ બાદ સ્ટાઇપેન્ડમાં વધારો આપવામાં આવી રહ્યો છે ત્યારે 40 ટકા વધારો મળવો જોઇએ જેના બદલે 20 ટકા જ વધારો અપાયો છે જે મંજુર નથી.
- Advertisement -
સરકારની દલીલ
બીજી તરફ સરકારની દલીલ છે કે, બાકી રાજ્યોની સરખામણીએ ગુજરાત પહેલેથી જ તબીબોને વધારે સ્ટાઇપેન્ડ આપે છે.. લાંબા સમયથી 1 લાખ કરતા વધારે સ્ટાઇપેન્ડ અપાઇ રહ્યું છે, અને તેમાં પણ 20 ટકા વધારો અપાઇ રહ્યો છે, આ વધારા સાથે તબીબોનું સ્ટાઇપેન્ડ 1 લાખ 30 હજાર જેટલું થશે.. આમ જણાવતા તબીબોની માંગણી ગેરવ્યાજબી હોવાની સરકારની દલીલ છે.
એક્શન લેશે સરકાર ?
હડતાળ પર ઉતરેલા તબીબો હવે 40 ટકા સ્ટાઇપેન્ડ વધારાની માંગને બદલે 30 ટકા પર આવ્યા છે.. પરંતુ હડતાળ સમેટી નથી. બીજી તરફ સરકારે તબીબોને અલ્ટીમેટમ તરીકે આપેલો સમય પુરો થઇ ગયો છે ત્યારે જોવાનું એ રહેશે કે હવે સરકારનું વલણ શું રહે છે.