શાપરમાં શ્રમિક, સોલવંટમાં યુવાન અને મવડીમાં પ્રૌઢનું હાર્ટએટેકથી મોત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં હાર્ટએટેકથી મોત થવાનો સિલસિલો હજુ પણ યથાવત રહેવા પામ્યો છે શાપર અને રાજકોટમાં ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત થતાં પરિવારોમાં અરેરાટી સાથે શોક વ્યાપી ગયો ચએ. શહેરના કોઠારિયા સોલવન્ટમાં રહેતા યુસુફ કરીમભાઈ સમા ઉ.38 નામના યુવકને ગત સાંજે ઘરે અચાનક શ્વાસ ચડવા લાગતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ અંહી ફરજ પરના તબીબોએ જોઇ તપાસી મૃત જાહેર કરતાં આજી ડેમ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં યુસુફભાઇનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે તેઓ ખાનગી બસમાં ડ્રાઇવિંગ કરતા હતા સંતાનમાં બે દીકરા અને ત્રણ ભાઈ એક બહેનમાં નાના હોવાનું જાણવા મળ્યું છે જ્યારે મવડીના નવલનગરમાં રહેતા નિલેશ જેરામભાઈ ઝાલા ઉ.50 ગત બપોરે ઘરે સૂતા હતા ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો થવા લાગતાં તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ અંહી માત્ર મૃતદેહ જ પહોંચયાનું તબીબોએ જાહેર કર્યું હતું બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં નિલેશભાઈ રીક્ષા ચલાવતા હોવાનું ચાર ભાઈ હોવાનું જાણવા મળ્યું છે પ્રૌઢના મોતથી એક દીકરી પિતાનું છત્ર ગુમાવ્યું છે. આ ઉપરાંત મૂળ યુપીના અને હાલ પાંચ વર્ષથી શાપરમાં ક્રિએટિવ ફોર્સ નામની કંપનીમાં કામ કરતો જયશંકર શૈષરામ વર્મા ઉ.39 નામના યુવકને ગત સાંજે ગભરામણ થવાની ફરિયાદ કરતાં ખાનગી હોસ્પિટલમાં દવા લઈ ઘરે ગયા બાદ અચાનક ઢળી પડતાં તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો પરંતુ અંહી જોઇ તપાસી ડોકટરોએ મૃત જાહેર કરતાં શાપર પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પીએમ રિપોર્ટમાં યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું સામે આવ્યું છે મૃતક ચાર ભાઈમાં મોટો હોવાનું જાણવા મળ્યું છે.