લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-1એ બે શખ્સ સાથે 13750 અને બી ડિવિઝન પોલીસે રૂા. 6800નો મુદ્દામાલ કબજે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
મકરસંક્રાંતિ નજીક આવતા જ રાજયમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરા વેચાઈ રહ્યા છે ત્યારે રાજકોટ પોલીસે આવા વેપારીઓ સામે લાલ આંખ કરી છે. મનુષ્ય અને પક્ષીનાં ગળા કપાઈ મૃત્યુ થવાની ઘટનાઓ વચ્ચે લાલચુ વેપારીઓ હજુ પણ ચાઈનીઝ દોરીનો વેપલો કરી રહ્યા છે. ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચાઈનીઝ દોરીની ફીરકી નંગ-55 જેની કિંમત 13750 અને બી ડિવિઝન પોલીસે ફીરકી નંગ-28 જેની કિંમત 6800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, એલસીબી ઝોન-1 ના પીએસઆઇ બી.વી.બોરીસાગર અને તેની પેટ્રોલિંગમાં હતા ત્યારે દૂધસાગર રોડ જી.ઈ.બી સ્ટેશન આગળ પ્રતિબંધીત ચાઈનીઝ દોરીની ફીરકીઓ સાથે બે શખ્સને ઝડપી ફીરકી નંગ-55 જેની કિંમત 13750નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જ્યારે શહેરમાં બીજીબાજુ બી ડિવિઝન પોલીસે સિઝન સ્ટોરના ગોડાઉનમાંથી ચાઈનીઝ દોરાના ફીરકીના જથ્થા સાથે એક મહિલાને ઝડપી લેવામાં આવી છે.