કુલ 17 આરોપીની ધરપકડ : સૂત્રધાર મરઘો પોલીસ પકડથી દૂર
પોલીસમેનની હત્યામાં આજીવન બાદ જામીન મેળવી રાજાએ ત્રણ ગંભીર ગુનાને અંજામ આયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં મંગળા રોડ પર ગેંગવોરમાં થયેલ અંધાધૂંધ ફાયરિંગમાં એસઓજીએ પેંડા ગેંગના રાજો સહીત ત્રણ સાગરીતોને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે પોલીસે અત્યાર સુધીમાં 17 આરોપીઓને પકડયા છે જો કે આ ગેંગમાં સૂત્રધાર મરઘો હજુ પણ પોલીસ પકડથી દૂર છે બે આરોપીઓને પોલીસ ઘટનાસ્થળે લઇ ગઈ હતી અને રી-ક્ધસ્ટ્રક્શન કરાવી જાહેરમાં બે હાથ જોડી માફી મંગાવી હતી.
- Advertisement -
રાજકોટ શહેર પોલીસ માટે કલંકરૂપ ફાયરિંગની ઘટના બાદ પોલીસ સફાળી જાગી છે અને નાઈટ કોમ્બિંગ સહિતની એક્ટિવિટી શરુ કરી દીધી છે મંગળા રોડ ઉપર થયેલ ભડાકા પ્રકરણમાં એસઓજી પીઆઇ એસ એમ જાડેજા અને ટીમે પરીયા ગેંગના ત્રણ સાગરીતો આશાપુરાનગરના કુખ્યાત રાજપાલ ઉર્ફે રાજો સુધીરસિંહ જાડેજા, ગોંડલ રોડ ઉપર વીર નર્મદ ટાઉનશિપમાં રહેતા દિનેશ ઉર્ફે કાંચો સંજય ટમટા જૂનાગઢના અને અલ્કાફ ઉર્ફે જૂનાગઢીને કાલાવડ રોડ પરથી છરી સાથે ઝડપી લીધા હતા પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આરોપી રાજા પોલીસ કોન્સ્ટેબલ ભરત ગઢવીની હત્યામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે આ કેસમાં જામીન પર છુટયા બાદ તેના વિરૂધ્ધ હત્યાની કોશિશના બે ગુના નોંધાયા હતા મંગળા રોડ પર ફાયરિંગ અંગે તેના વિરૂધ્ધ હત્યાની કોશિષનો ત્રીજો ગુનો નોંધાયો છે મંગળા રોડ કેસમાં ધરપકડનો આંક 17 સુધી પહોંચી ગયો છે જો કે ગેંગ લીડર મરઘો હજુ પણ પોલીસ પકડથી દૂર છે પકડાયેલ પૈકી બે આરોપીઓને ચુસ્ત બંદોબસ્ત સાથે મંગળા રોડ ઉપર ઘટનાસ્થળે લઇ જવાયા હતા અને ઘટના અંગે રી-ક્ધસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું જાહેરમાં બે હાથ જોડી માફી માંગી હતી.



