અલગ અલગ 15 સ્થળોએ રિક્ષામાં મોડી રાતે યુનિટના તાળા તોડી ચોરીને અંજામ આપતાં
નાસતા ફરતા સ્કવોડની ટીમે 29 ચોરાઉ બેટરી સહિત રૂ. 1.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટમાં નાગરીકોની સુરક્ષા માટે લગાવવામાં આવેલ આઈવે પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી કેમેરાની બેટરીની ચોરી કરતાં એક સગીર સહિત ત્રણ શખ્સોને 29 ચોરાઉ બેટરી સહિત 1.95 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર પુનિત નગરમાં રહેતાં મનીષભાઇ રમેશભાઇ કોરાટ ઉ.31એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રાજકોટ મહાનગર પાલીકાના તાબા હેઠળ નાના મવા સી.સી.ટી.વી. કંટ્રોલ રૂમમાં પ્રોજેકટર મેનેજર તરીકે છેલ્લા એકાદ વર્ષથી નોકરી કરે છે ગઈકાલે સવારે નોકરી ઉપર આવેલ અને કંટ્રોલ રૂમમાં કેમેરા ચેક કરતો હતો ત્યારે ત્યારે જોયુ તો જયુબેલી ચોકના કેમેરા બંધ હાલતમાં હતા. જેથી જયુબેલી ચોકમાં આવેલ કબ્રસ્તાનના ખુણા પાસે સી.સી.ટી.વી. કેમરાનું સેટ અપ બોક્ષ આઉટ ડોર કેબીનેટ યુનીટમાં જોતા તેમા 3 બેટરી જોવા મળેલ નહીં. તેને તુરંત આસી. મ્યુનીસિપલ કમીશનરને વાત કરી હતી અને 13,500ની બેટરી ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા મિલ્કત સંબંધી ગુન્હાઓ ડીટેકટ કરવા આપેલ સુચનાથી નાસતા ફરતા સ્કોડ ઝોન-રની ટીમે સી.સી.ટી.વી. ફુટેજ આધારે તપાસ હાથ ધરી હતી ત્યારે પીએસઆઇ આર.આર.કોઠીયા સહિતની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે શાસ્ત્રી મેદાન લીમડા ચોકના ગેઇટ પાસે એક સીએનજી રીક્ષા નં. જી.જે. 03. ડબલ્યુ 2767માં બેસેલા ત્રણ શખ્સોને ચોરાઉ બેટરી સાથે પકડી પાડી આરોપીનું નામ પૂછતાં મહિલા કોલેજ બ્રિજ ઉપર ઝુંપડામાં રહેતા સુરેશ લાલુ ચારોલીયા ઉ.34 અને હુડકો ચોકડી રહેતો ધીરૂ જીલુ વાજેલીયા ઉ.30 તેમજ સગીર હોવાનું જણાવ્યું હતું પ્રાથમિક તપાસમાં આરોપીઓ રાત્રિના સીએનજી રીક્ષા લઈને નીકળતા અને સીસીટીવી કેમેરાના આઉટડોર યુનિટના તાળા તોડી તેમાં રહેલ બેટરી ચોરી કરવાતા હતા પોલીસે આરોપીઓ પાસેથી 29 ચોરાઉ બેટરી સહિત કુલ 1.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો આ ત્રિપુટી એસ્ટ્રોન ચોક ઓડીસી-2માંથી-3, એસ્ટ્રોન ચોક ગાર્ડનમાંથી -3, એન.સી.સી. ચોકમાંથી 3, રેસકોર્ષ ટેનીસ કોર્ટમાંથી 3, જયુબેલી ચોક ઓડીસી-2માંથી-3, સોરઠીયા વાડી ગાર્ડન ઓડીસી-2માંથી-3, પારૂલ ગાર્ડનમાંથી-3, હિંગળાજ ચોકમાંથી -3, કાંતાસ્ત્રી વિકાસ ઓડીસી-1માંથી -3, આંબેડકર કોલોનીમાંથી -3, મહિલા કોલેજમાંથી-3, નાના મવા સર્કલ ઓડીસી-1માંથી-3, યાજ્ઞિક રોડ ટી પોઇન્ટમાંથી -3, સદર બજાર ચોકમાંથી-3 અને જુબેલી ચોક ઓડીસી 3માંથી-3 બેટરીની ચોરી કરી હતી.