જનેતાએ પોતાનું પાપ છુપાવવા નાની અને પાડોશીની મદદથી બાળકીને દાટી દીધી હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
રાજ્યમાં આધુનિક યુગમાં પ્રેમ સબંધમાં આંધળા બનેલા પ્રેમીઓ આગળ પાછળનું વિચાર્યા વગર કોઈપણ કરી બેસે છે અને જ્યારે બાળકનો જમન થાય છે ત્યારે દુનિયામાં પગ મૂકેલા બાળકને મારવા માટે ત્યજી દેવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે ત્યારે આ પ્રકારનો કિસ્સો ધ્રાંગધ્રામાં પણ સામે આવ્યો છે જેમાં ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામની સીમમાં પશુપાલન કરતા માલધારી બાળકીના રડવાનો અવાજ આવતા તપાસ કરતા જંગલ વિસ્તારમા ખાડો ખોદી તેમાં દાટી દીધેલી બાળકી મળી આવી હતી જેથી પશુપાલક દ્વારા તાત્કાલિક ગ્રામના આગેવાનોને બોલાવી બાળકોને હોસ્પિટલ ખસેડી હતી જ્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરતા અંતે ત્યજી દીધેલી નીઠુર બનેલી જનેતા સાથે નાની અને પાડોશી મહિલાએ આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું હતું. જેમાં બાળકીના માતા સંગીતાબેન લગ્ન પહેલા જ ગર્ભવતી બન્યા હતા અને બાળકીને જન્મ પણ આપ્યો હતો આ પાપને છૂપાવવા માટે બાળકીના નાની મંજુબેન સવજીભાઈ મુલાડિયા દ્વારા પાડોશી મહિલા પિલુબેન બાબુભાઈ થરેશા અને હરજી રામસિંગભાઈ સરવાડીયાની મદદથી બાળકીને હરીપર ગામની સીમમાં જંગલ વિસ્તારમાં લઇ જઇ બાળકીના નાની મંજુબેન અને હરજીભાઈ બંને બાળકીને દાટવા માટે જંગલમાં ગયા હતા જ્યારે માતા સંગીતાબેન અને પિલુબેન બંને રોડ પર બેઠા હતા પરંતુ બાળકીને જીવંત રાખવા માટે અને શ્વાસ લઈ શકે તે પ્રહરે શરીર ખાડો ખોદી જમીનમાં દાટી મુખ બહારની સાઈડ રાખી તેના પર પથ્થર મુકાયા હતા પરંતુ આ પ્રકારે પોતાનું પાપ છુપાવવા માટે એક નવજાત બાળકને મારવા માટે ત્યજી દીધું હોવાની વાત પણ ખુબજ આઘાતજનક કહેવાય છે.
- Advertisement -
ત્યારે હાલ તો બાળકીના નાની મંજુબેન મુલાડીયા પાડોસી પિલુબેન થરેશા તથા હરજીભાઈ સરવાડીયાને પોલીસે ઝડપી લઇ બાળકીના માતા સંગીતાબેનની તબિયત નાદુરસ્ત હોવાના લીધે હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખી તેઓને પણ તબિયત સુધરે અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જ્યારે બાળકીને આ પ્રકારે મોતના મુખમાં ધકેલવાની મામલે માતા, નાની અને પડિશી સહિત ચારેય સામે ફિટકારની લાગણી પ્રવર્તી છે.