ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ અયોધ્યા ખાતે 22 જાન્યુઆરીના રોજ મર્યાદાપૂરષોત્તમ ભગવાન શ્રીરામ સેંકડો વર્ષો બાદ નૂતન નિજમંદિર માં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે આ ભવ્ય પ્રસંગની વિશેષ ઉજવણીના ભાગ રૂપે વેરાવળ – સોમનાથ નગરના મોટા ભાગના ઘરો પર ભગવો ધ્વજ લહેરાય તે માટે નગરજનોને વિનામૂલ્યે ભગવા ધ્વજ વિતરણ કરાયા. વેરાવળના ટાવર ચોક ખાતે અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તથા વેરાવળ પાટણ(સોમનાથ) હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઇ કુહાડા દ્વારા વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ, જિલ્લા અધ્યક્ષ મહેન્દ્ર ભાઈ પીઠીયા, મહામંત્રી દિલીપસિંહ બારડ સહિત રાજકીય, સામાજિક આગેવાનો જોડાયા હતા જેમાં અંદાજે 2100થી વધુ ભગવા ધ્વજનું વિતરણ કરાયું હતું.
વેરાવળમાં વિનામૂલ્યે હજારો ભગવાધ્વજનું વિતરણ કરાયું
