જૂનાગઢની અનેક સોસાયટીમાં પાણી ભરાવવાનું આ પણ એક કારણ છે
સોસાયટીઓમાં ઊંચા રોડ બનાવી નાખવાથી ઘરોમાં પાણી ઘુસી જાય છે
વીજપોલ અને ટ્રાન્સફોર્મર જમીનમાં 3થી 4 ફૂટ ઊંચા રોડના લીધે દબાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢ મહાનગર પાલિકાની એક પછી એક સમસ્યા રોજબરોજ સામે આવી રહી છે. એક બાજુ ચોમાસાની સીઝન ચાલી રહી છે એવા સમયે શહેરના અનેક રોડ બનાવવાની કામગીરી અધૂરી રહેતા કાદવ કીચડ અને ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે. અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે તો ધારાસભ્ય સંજય કોરડીયા પણ હવે મેદાનમાં આવ્યા છે. અને સ્થાનિક કાર્યકરો અને લોકોને અપીલ કરીને તમારા વિસ્તારની સમસ્યાના ફોટા સાથે મોકલો તેવો પત્ર લખીને જાણ કરી છે. જૂનાગઢ શહેરમાં એક સમસ્યાનું સમાધાન થાય તો બીજી સમસ્યા સામે આવીને ઉભી રહે છે. ચોમાસાની ઋતુમાં જયારે 2 થી 3 ઇંચ વરસાદ વરસે એટલે શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરવાની સમસ્યા સામે આવે છે. જેમાં મહાનગર પાલિકા દ્વારા સોસાયટીમાં રોડ તો બનાવવામાં આવે છે પણ રોડ કેવી રીતે બનાવો એ નાતો કોન્ટ્રાકટરને ખબર હોઈ છે કે, ના તો મનપા ઈન્જીનીયરને બસ રોડનું કામ મળી ગયું એટલે થોડું ઘણું લેવલીંગ કરી કપચી સિમેન્ટ પથારી રોડ બનાવી જતું રેહવાનું અને પછી રોડ ઊંચો બને કે, નીચો તે જોવામાં આવતું નથી અને થોડા વરસાદમાં પાણી ભરવાનું શરુ અને ઘરોમાં પણ પાણી ઘુસી જવાની સમસ્યા ઉદભવે છે. હવે શહેરીજનો કહી રહ્યા છે કે, આ છે…..
મનપાની મનમાની આ તસવીરો છે ટીંબાવાડી વિસ્તાર અને અશોકનગર કોમ્યુનિટી હોલ આસપાસની આવેલી સોસાયટીઓમ લોકો ઘર કરતા સીમેન્ટ રોડ ઊંચા બનાવી નાખવાથી રોડ પરના પીજીવીસીએલના થાંભલા અને વીજ ટ્રાન્ફોર્મર રોડથી 3 થી 4 ફૂટ જમીનમાં બુરાઈ ગયા છે. ત્યારે અનુમાન લગાવી શકાય કે, રોડ કેટલા ઊંચા બનાવી નાખ્યા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા ઉભી થાય છે. હકીકતે આ જવબદારી પેહલી મહાનગર પાલિકા ઈજનેરને જોવાની હોઈ છે. અને સ્થળ વિઝીટ કરી ઘરો અને આખા વિસ્તારને ચેક કરી પછી કેટલો રોડ નીચો કરવો અને ઘરોમાં પાણી ભરવાની સમસ્યા ન ઉદભવે તેની તકેદારી રાખવાની હોઈ છે પણ લે લાલો અને તોલે હરદા જેવી સ્થિતિનું નિર્માણ જોવા મળે છે. જયારે રોડ બનતા હોઈ ત્યારે પણ અનેક સ્થાનિક રહીશો દ્વારા કોન્ટ્રાકટરને કહેવા છતાં બનેલા રસ્તાને નીચો ઉતારવાની તસ્દી લીધા વગર સીધો રોડ બનાવી જતા રહે છે. અને પછી ચોમાસાની સીઝનમાં ભોગવાનો વારો સ્થાનિક રહીશોને આવે છે. આતો માત્ર એકજ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે પણ ઘણા વિસ્તારોમાં આવું જોવા મળી રહ્યું છે.