ત્રણ મહિના પહેલા કરોડોના ખર્ચે બનાવેલો રોડ તોડી ખાડો ખોદયો
જૂનાગઢ મનપા દ્વારા થતી કામગીરી મુદ્દે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. એક તરફ કરોડોના ખર્ચે રોડ બનાવામાં આવે છે.પણ કોઈ ના કોઈ કામગીરીના લીધે બનાવેલ રોડને તોડી ખાડા કરવામાં આવે છે.હજુ ત્રણ મહિના પેહલા ઝાંઝરડા રોડને તોડી મસ મોટો ખાડો કરી દવેમાં આવ્યો ત્યારે લોકો પણ હવે મનપાની સ્થિતિ શું છે તે બરાબર જાણી ગયા છે.
- Advertisement -
જૂનાગઢ મહાનગર પલિકાના અંધેર વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. શહેરમાં ઘણા વર્ષોથી એવું જોવા મળી રહ્યું છે કે, જાણે ધણીધોરી વગર આડેધડ કામીગીરી થઇ રહી છે.જેમાં એકપણ કામ આયોજન બદ્ધ જોવા નથી મળતું પેહલા રોડ બનવાનો ફરી તેને તોડવાનો પેહલા તો ભૂગર્ભ ગટર બીજું પાણી લાઈન અને ગેસ લાઈન નાખવાની કામગીરીથી પ્રજા પરેશાન છે એવામાં જ્યાં કામગીરી પુરી થઇ છે ત્યાં કરોડોના ખર્ચે નવા રોડ બનાવામાં આવ્યા છે.હવે રોડ નીચે વીજ લાઈન તેમજ ભૂગર્ભ ગટર અને પાણીની લાઈન સાથે ગટર ઉભારવાના લીધે નવ બનેલ રોડ તોડીને ખાડા ખોદવાનો સિલસિલો યથાવત છે અને પ્રજાએ ભરેલા ટેક્સના રૂપિયાનો વેડફાટ થઇ રહ્યો છે.