દિલ્હીમાં આંશિક લૉકડાઉનના પ્રતિબંધો હટાવાયા : કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય
દેશમાં કોરોનાના કેસમાં ભારે ભરખમ વધારો નોંધાયો છે. આ દરમિયાન દિલ્હી સરકારે વિકેન્ડ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય કર્યો છે. કોરોનાની ત્રીજી લહેર આજે સમગ્ર વિશ્વને ઘમરોળી રહી છે, ત્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે આપ સરકારના આ નિર્ણયથી ઘણો વિવાદ સર્જાયો છે. નવી દિલ્હી ખાતે કોરોનાના સતત વધતા કેસોના પગલે વિકેન્ડ જાહેર કરાયો હતો જે હવે ઉઠાવી લેવામાં આવશે.
દુકાન ખોલવાને લઈને લાગૂ ઓડ- ઈવન સિસ્ટમ હટાવી દેવામાં આવશે :
દેશમાં કોરોનાના કેસમાં ભારે ભરખમ વધારો નોંધાયો છે. 24 કલાકમાં ફરી 3 લાખથી વધારે નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન દિલ્હી સરકારે વિકેન્ડ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય કર્યો છે. બજારોમાં દુકાન ખોલવાને લઈને લાગૂ ઓડ- ઈવન સિસ્ટમ હટાવી દેવામાં આવશે. પ્રાઈવેટ ઓફિસ પણ 50 % ક્ષમતા પર ચાલી શકશે. દિલ્હીમાં કોરોનાના ઘટતા કેસના ધ્યાનમાં રાખીને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સીએમએ આ પ્રસ્તાવ ઉપરાજ્યપાલને મોકલ્યો છે.
- Advertisement -
ગુરુવારે કોરોનાના 12,306 નવા મામલા સામે આવ્યા :
દિલ્હીમાં ગુરુવારે કોરોનાના 12,306 નવા કેસ સામે આવ્યા છે, અને 43 વધારે લોકોના મોત થયા હતા. જ્યારે સંક્રમણ દર ઘટીને 21.48 % થઈ ગયો છે. નવા આંકડા મુજબ 10 જૂન 2021 બાદ એક દિવસમાં મોતનો આ સૌથી મોટો આંકડો છે. દિલ્હીમાં ગત વર્ષ 10 જૂને 44 લોકોના કોરોના સંક્રમણથી મોત થયા છે. આ વર્ષે જાન્યુઆરીમાં સંક્રમણથી અત્યાર સુધીમાં 396 લોકોના મોત થઈ ચૂક્યા છે.
ક્યારે કેટલા ટેસ્ટ થયા :
બુધવારે 57,290 સેમ્પલના કોરોના ટેસ્ટ થયા. જ્યારે મંગળવારે 57,776 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. દિલ્હીમાં બુધવારે સંક્રમણથી 35 લોકોના મોત થયા હતા અને 13,785 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે સંક્રમણ દર 23,86 % હતો.
ક્યારે કેટલા કેસ આવ્યા :
દિલ્હીમાં ગત ગુરુવારે કોરોનાના 28,867 કેસ સામે આવ્યા હતા. જે અત્યાર સુધીમાં આવેલા સૌથી વધારે કેસ છે. ગત શુક્રવારે 24,383, શનિવારે 20,718, રવિવારે 18,286, સોમવારે 12,527 અને મંગળવારે 11,684 કેસ સામે આવ્યા હતા. દિલ્હીમાં ગત શનિવારે સંક્રમણ દર 30.6 % હતો. રવિવારે 27.9 % તો સોમવારે 28 % અને મંગળવારે 22.5 % નોંધાયો હતો.
- Advertisement -