મુંબઈના એક યુવાને રક્ષાબંધને રાખડી બંધાવવા માટે ડેટિંગ એપ ટિંડરનો ઉપયોગ કરીને બે બહેનો શોધી કાઢી.
ભાઈ-બહેનના પવિત્ર સંબંધો દર્શાવતું પર્વ રક્ષાબંધન નજીકમાં છે. પરંતુ દુનિયામાં કેટલાક લોકોના નસીબમાં બહેન નથી હોતી જોકે તેઓ કોઈ પણ ભોગે બહેન શોધી લેતા હોય છે અને રાખડી બંધાવવાનો તેમનો ધર્મ પાળી લેતા હોય છે. ટિન્ડર, નામ તો બધાએ સાંભળ્યું હશે. જીવનસાથી શોધવા માટે કે સજાતિય અથવા વિજાતિય સંબંધો વિકસાવવા માટે લોકો ટિન્ડર નામના એપનો ઉપયોગ કરતા હોય છે પરંતુ એક યુવાને જીવનસાથી શોધવા નહીં પરંતુ રક્ષાબંધને પોતાને રાખડી બાંધનાર બહેનને શોધી કાઢવા માટે ટિન્ડરનો ઉપયોગ કર્યો અને તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
- Advertisement -
રેડિટ પર પોસ્ટ શેર કરીને યુવાને લખ્યું- ટિન્ડરની મદદથી બે બહેન શોધી કાઢી
મુંબઈના યુવાને રેડિટ પર પોતાની શોધ વિશે પોસ્ટ કરતા કહ્યું કે, તેણે બહેનને શોધવા માટે ટિંડરની મદદ લીધી અને હવે ડેટિંગ એપના કારણે તેની પાસે બે બહેન છે. આ વ્યક્તિએ પોતાની રેડિટ પોસ્ટમાં જણાવ્યું હતું કે કે મારે કોઈ બહેન નહોતી કોઈ મને રાખડી બાંધતું નહોતું આથી મને ખૂબ ખોટું લાગતું હતું. ખેર, છેલ્લાં 2 વર્ષથી હું રક્ષાબંધનના 2 અઠવાડિયા પહેલાં આ રીતે બાયો મૂકી રહ્યો છુ. રક્ષાબંધન દરમિયાન ફરવા માટે એક બહેનની શોધમાં છું.
ટિન્ડરની મદદથી બે બહેન મળી
યુવાને લખ્યું કે ટિન્ડરનો આભાર, હવે મને બે બહેનો ગમે છે જેમને હું ટિન્ડર પર મળ્યો હતો. આ વર્ષે અમે ત્રણેય સાથે મળીને રક્ષાબંધન ઉજવીએ અને ભેટ-સોગાદો અને ચીજવસ્તુઓની આપ-લે કરવાનું વિચારી રહ્યા છીએ. હું ખૂબ જ ઉત્સાહિત છું.
કેરળના યુવાને પણ ટિન્ડર પર એપાર્ટમેન્ટ શોધી કાઢ્યું હતું
ઉલ્લેખનીય છે કે જૂનમાં, કેરળના એક વ્યક્તિએ મુંબઇમાં એક એપાર્ટમેન્ટ શોધવા માટે અન્ય એક ડેટિંગ એપ્લિકેશન બમ્બલનો ઉપયોગ કરવા બદલ વાયરલ થયો હતો. આ વ્યક્તિએ એમ પણ જણાવ્યું હતું કે જો વપરાશકર્તા મુંબઇમાં હોય તો તેણે તેની પ્રોફાઇલ પર જમણી તરફ સ્વાઇપ કરવું જોઈએ અને તેને વેસ્ટર્ન લાઇનની નજીક સ્થાન શોધવામાં મદદ કરવામાં આરામદાયક રહેવું જોઈએ કારણ કે તે હિન્દી બોલતો નથી.
- Advertisement -