વડોદરાના રાજવી પરિવારના સમરજીત સિંહ ગાયકવાડ ભારતના સૌથી અમીર ક્રિકેટર છે, તેમની સંપત્તિ 20,000 કરોડની આસપાસ છે.
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી ધનાઢ્ય ખેલાડીઓમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને એમએસ ધોનીનું નામ સામેલ છે પરંતુ આ બધાને ચઢી જાય તેવા પણ ભારતના એક ધનાઢ્ય ક્રિકેટર છે જેમની સંપત્તિ 20,000 કરોડ છે જોકે તેમણે કંઈ ક્રિકેટમાંથી કમાણી કરી નથી પરંતુ તેઓ શાહી ઘરાનાના હોવાથી તેઓ હજારો કરોડોની સંપત્તિના માલિક છે.
- Advertisement -
સમરજીત સિંહ ગાયકવાડ બન્યાં સૌથી અમીર ક્રિકેટર
ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલમાં જ 1000 કરોડથી વધુની સંપત્તિનો માલિક બન્યો છે. તેમના સિવાય સચિન તેંડુલકર અને એમએસ ધોનીની સંપત્તિ પણ હજાર કરોડથી વધુ છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતનો એક એવો ખેલાડી છે જેની સંપત્તિ 1-2 હજાર કરોડ નહીં પરંતુ 20000 કરોડ છે. ચાલો આજે અમે તમને ભારતના સૌથી ધનિક ક્રિકેટર સાથે પરિચય કરાવીએ, આ ન તો ધોની છે, ન તો કોહલી તેઓ છે સમરજીત સિંહ ગાયકવાડ?
કોણ છે સમરજીતસિંહ ગાયકવાડ
સમરજીતસિંહ ગાયકવાડનો જન્મ 25 એપ્રિલ, 1967ના રોજ થયો હતો. તેઓ બરોડાના રાજા રણજિતસિંહ ગાયકવાડ અને સુભાંગિની રાજેના એકમાત્ર પુત્ર છે અને હજારો કરોડની સંપત્તિના એકમાત્ર વારસદાર પણ છે.
Happy Marriage Anniversary to H.H. Shrimant. #Samarjitsinh_Gaekwad ji and Maharani. Smt. @RadhikarajeG ji
of Erstwhile Baroda State , Vadodara.
🎂💐🎂💐 pic.twitter.com/9zKMWfSQY8
- Advertisement -
— POOJA SHROTRIYA🇮🇳 (@poojashrotriya1) February 27, 2022
સમરજીત સિંહ ગાયકવાડ ક્યાં રમ્યાં હતા
સમરજીત સિંહ ગાયકવાડ પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રહી ચૂક્યા છે. તેઓ 1987થી 1989 સુધી ગુજરાતની ઘરઆંગણાની ટીમ બરોડા તરફથી ક્રિકેટ રમ્યા હતા. તેમણે બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. સમરજીત સિંહ ગાયકવાડ ગુજરાતના બરોડાના પૂર્વ રાજા છે. પિતા રણજીતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડના અવસાન બાદ તેમની તાજપોશી થઈ હતી.
સમરજીત સિંહ 20 હજાર કરોડની સંપત્તિના માલિક
અહેવાલો અનુસાર સમરજીતસિંહ ગાયકવાડ 20 હજાર કરોડની સંપત્તિના માલિક છે. તેઓ લક્ષ્મી વિલાસ પેલેસના માલિક પણ છે અને ગુજરાત, બનારસ અને ઉત્તર પ્રદેશમાં 17 મંદિર ચલાવે છે. તેમના લગ્ન વાંકાનેર રાજ્યના રાજવી પરિવારની પુત્રી રાધિકારાજે સાથે થયા છે.