2 બાળકો, 6 પૌત્રો અને 29 પ્રપૌત્રો ધરાવતી દાદી એલ્સી ઓલકોક છેલ્લાં 104 વર્ષથી એક જ ઘરમાં રહે છે. પરિવારનાં 5 બાળકોમાં સૌથી નાની એલ્સીનો જન્મ પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન 28 જૂન, 1918ના આ બે બેડરૂમવાળા ટેરેસ ફ્લૅટમાં થયો હતો જે એ સમયે 250 પાઉન્ડ (લગભગ 23,733 રૂપિયા) ખરીદવામાં આવ્યો હતો. તેમના જીવનકાળ દરમ્યાન તેમણે બે વિશ્વયુદ્ધ, ચાર રાજાઓ અને રાણીઓ તેમ જ 25 વડા પ્રધાનનાં શાસન જોયાં છે. તેમણે જણાવ્યા અનુસાર આ ઘર તેમને એટલી હદે પોતાનું લાગે છે કે તે અંધારામાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે.
એલ્સી 14 વર્ષની હતી જ્યારે તેની માતાનું ન્યુમોનિયામાં મૃત્યુ થયું હતું. ત્યાર બાદ બીજા વિશ્વયુદ્ધ વખતે 1941માં તેમનાં બિલ સાથે લગ્ન થયાં.
- Advertisement -
માતાના મૃત્યુ બાદ પિતાની સંભાળ માટે તેમની સાથે રહેલાં એલ્સી પતિ સાથે લગ્ન કર્યા બાદ પણ પિતાના ઘરે જ રોકાયાં હતાં.
એલ્સીનું માનવું છે કે તે ક્યારેય કોઈ બીજા ઘરમાં આટલી સુખી ન થઈ હોત. તેના પુત્ર રેનો જન્મ પણ આ જ ઘરમાં થયો હતો. રેની પત્ની અને એલ્સીની પુત્રવધૂ જણાવે છે કે તેમણે (એલ્સીએ) ક્યારેય ઘર છોડ્યું નહોતું. આ ઘર સાથે તેમની ઘણી યાદો જોડાયેલી છે. આ ઘર સંપૂર્ણ પરિવારનું કેન્દ્રબિંદુ છે.