-બદરીનાથમાં ચાલતા માસ્ટર પ્લાનના કામોને લઈને પહેલીવાર દર્શનની વ્યવસ્થામાં કરાયો ફેરફાર
બદરીનાથમાં માસ્ટર પ્લાનના કામોને લઈને પહેલી વાર દર્શનની વ્યવસ્થામાં ફેરફાર થયો છે. દર્શન માટે પહોંચવાનો પારંપરીક રસ્તો (આસ્થા પથ) નિર્માણ કાર્યોને કારણે બંધ થઈ ગયો છે. આમ શ્રદ્ધાળુઓ અને વીઆઈપી- વીવીઆઈપીઓ માટે અલગ રસ્તા બનાવાયા છે.
- Advertisement -
વીઆઈપી-વીવીઆઈપી પાસેથી દર્શન માટે પહેલીવાર 300 રૂપિયાનું ટોકન લેવામાં આવશે. હવે શ્રદ્ધાળુઓએ બીઆરઓ ત્રણ રસ્તાથી ગઢવાલ મંડલ વિકાસ નિગમના દેવલોક ગેસ્ટ હાઉસ થઈને જૂના ટેકસી સ્ટેન્ડથી અલકનંદા નદી પર બનેલા નવા પુલથી લાઈન લગાવીને દર્શન માટે પહોંચવું પડશે. તેના માટે નગર પંચાયત બદરીનાથ તરફથી પગપાળા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
નવા પુલથી અલકનંદા નદીને પાર કરીને જ શ્રદ્ધાળુ બ્રહ્મ કપાલ ઘાટ થતા જ તપ્તકુંડ સુધી પહોંચી શકે છે. શ્રદ્ધાળુઓએ પરત ફરવા માટે અલકનંદાના જૂના પુલ અને સાકેત ત્રણ રસ્તાથી પસાર થવુ પડશે. વીઆઈપી-વીવીઆઈપી વ્યક્તિ પ્રી-ફેબ્રિકેટેડ ગેસ્ટહાઉસ થઈને વીઆઈપી લાઈનથી દર્શન માટે પહોંચશે.