વાસ્તવમાં, કિસમિસમાં ભરપૂર માત્રામાં શુગર હોય છે અને તેને આખી રાત પલાળીને રાખવાથી તેનો શુગર કંટેટ ઓછો થાય છે અને ન્યુટ્રીશન વેલ્યુ વધી જાય છે. કિસમિસથી બોડીમાં લોહી પણ બનવા લાગે છે. એટલે કે આ એક એવુ ડ્રાઈફ્રૂટ છે, જેનાથી એક નહીં પણ અનેક ફાયદાઓ મળે છે. પુરુષો માટે પણ આ ખૂબ ઉપયોગી છે. ચલો જાણીએ કે તેનાથી શું-શું લાભ મળી શકે છે. તે સિવાય તેમાં એેવા પણ ગુણો છે, કે જેનાથી તમે હેલ્થી અને એનર્જેટીક રહેશો.
- Advertisement -
કિસમિસ ખાવાના ફાયદા
– કિસમિસ ઉર્જાનો એક મહત્તવ પૂર્ણ સ્ત્રોત છે. તેમા કાર્બોહાઈડ્રેડ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. કબજિયાતમાં પણ તે ખૂબ ફાયદેમંદ હોય છે. કિસમિસ ખાવાથી વજન પણ વધે છે.
- Advertisement -
– કિસમિસ ખાવાથી અસ્થમા અને ખાંસીમાં પણ રાહત મળે છે. જેને લાંબા સમયથી ખાંસી છે તેઓ એ દરરોજ કિસમિસ ખાવી જોઈએ. તે સિવાય ફેફસા અને ટીબીમાં પણ કિસમિસ લાભદાઈ છે.
– કિસમિસ ખાવાથી હ્રદયની કમજોરી પણ દૂર થાય છે. કિસમિસ આંખોના તેજને પણ વધારે છે. તે સિવાય બળતરામાં પણ તે અસર કરે છે.
હાડકાઓ પણ રહેશે મજબૂત
મોટા ભાગના લોકો દૂધનું સેવન કરતા નથી. તેવામાં તમે કિસમિસને તમારી ડાઈટમાં સામેલ કરી શકો છો. કેમકે, તેનાથી પણ તમને બોડીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે. તો રોજે 4-5 કિસમિસનું સેવન જરૂર કરો.
લોહી વધારવામાં પણ મદદ કરે છે
મીડિયા રિપોર્ટ અનુસાર, મોટા ભાગના લોકો શરીરમાં લોહીની કમીથી પરેશાન હોય છે. જેને એનીમિયા કહેવાય છે, જો તમે નિયમિતપણે કિસમિસ ખાશો તો તમારા શરીરમાં લોહીની કમી નહી થાય. આ નાનકડી દેખાવા વાળી ડ્રાઈ ફ્રૂટથી તમને એક નહિ પણ હજારો ફાયદા થશે.