તળાવ કે નદીનું પાણી પીવા કરતાં આ પક્ષી મરવાનું પસંદ કરે છે
જે પીવે છે માત્રને માત્ર વરસાદનું જ પાણી
- Advertisement -
પૃથ્વી પરના દરેક જીવને જીવિત રહેવા માટે પાણી ખૂબ જ જરૂરી છે. ભલે કેટલાક જીવો ઓછા પ્રમાણમાં પાણી પીને જીવિત રહે, પરંતુ દરેકને પાણીની જરૂર પડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ધરતી પર એક એવું પક્ષી છે, જે ભલે તરસથી રિબાઈને મરી જાય પણ તે ક્યારેય નદી કે તળાવનું પાણી પીતું નથી. જો તમે આ પક્ષીને બાઉલમાં પાણી આપો તો પણ તે પાણી પીશે નહીં.
પીવે છે માત્ર વરસાદનું પાણી
અમે જે પક્ષી વિશે વાત કરી રહ્યા છીએ તે માત્ર વરસાદનું પાણી પીવે છે. આ પક્ષી કોઈપણ તળાવ કે નદીનું પાણી પીતું નથી. જ્યારે વરસાદ પડે છે, ત્યારે જ આ પક્ષી તેની તરસ છીપાવે છે. આ પક્ષીનું નામ છે ચાતક. ઘણી વખત આ પક્ષી તરસના કારણે તરફડિયા મારે છે, તેમ છતાં તે વરસાદના પાણી સિવાય બીજું કોઈ પાણી પીતું નથી.
ખૂબ જ સ્વાભિમાની છે હોય છે ચાતક
કહેવત છે કે, ચાતકને ખૂબ તરસ લાગી હોય અને તેને સ્વચ્છ પાણીના તળાવમાં પણ નાખીએ. તો પણ તે પાણી પીવા માટે તેની ચાંચ ખોલશે નહીં. એવું કહેવાય છે કે ચાતક પક્ષી આ બાબતમાં તદ્દન સ્વાભિમાની છે. ચાતક એશિયા અને આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. ચાતક ભારતમાં મુખ્યત્વે ઉત્તરાખંડ રાજ્યમાં જોવા મળે છે.
- Advertisement -
ગઢવાલમાં તેને ચોલીના નામથી ઓળખવામાં આવે છે.
ઉત્તરાખંડના ગઢવાલમાં તેને ચોલી કહેવામાં આવે છે. ગઢવાલના લોકોના મતે આ પક્ષી મોટાભાગે આકાશ તરફ પોતાની નજર રાખીને બેસે છે. તે માત્ર સ્વાતિ નક્ષત્રમાં જ વરસાદી પાણીને સ્વીકારે છે. મારવાડીમાં ચાતક પક્ષીને મગવા અને પપિયા કહેવામાં આવે છે.