રાજ્યમાં 3 દિવસમાં 50 હજાર કેસ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ આગળ વધી રહ્યાં છે. રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂ સહિતના નિયંત્રણો લગાવ્યાં પરંતુ તેનું યોગ્ય રીતે પાલન થયું નહીં. ઉત્તરાયણનો તહેવારમાં પણ લોકો બેફામ બન્યાં હતાં. બીજી તરફ ઉત્તરાયણ બાદ કમૂરતા ઉતરતાં જ લગ્ન પ્રસંગોમાં પણ લોકોની ભીડ ભેગી થવા માંડી હતી. જેથી ઉત્તરાયણ બાદ ત્રણ જ દિવસમાં રાજ્યમાં કોરોનાની સુનામી આવી. 15 જાન્યુઆરીથી લઈને 18 જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં 50 હજાર જેટલા કેસો નોંધાયાં છે. લોકો હજી નહીં સુધરે અને નિયમો નહીં પાળે તો આ આંકડો વધુ ઉંચાઈએ પહોંચવાની શક્યતાઓ છે.