વિદ્યાર્થીઓ 21 જૂન સુધીમાંના વેબપોર્ટલ પર જઇ શાળાઓની પુન: પસંદગી કરી શકશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં રાઈટ ટુ એજયુકેશન એકટ (છઝઊ) હેઠળ ધો.1માં પ્રવેશ માટે ખાલી પડેલી બેઠકો માટેની ત્રીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ શહેરમાં 160 તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 300 મળી સહિત જિલ્લામાં 460 જેટલી ખાલી બેઠકો પર છાત્રોને પ્રવેશ આપવામાં આવશે. સાથે જ વિદ્યાર્થીઓને તા.21 સુધીમાં શાળાની પુન: પસંદગી કરવાની તક મળશે. પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી તેઓ જ ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે.
- Advertisement -
આરટીઈની પ્રવેશ કાર્યવાહી દરમિયાન બે રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે ખાલી પડેલી બેઠકો માટે ત્રીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છઝઊ હેઠળ અરજી કરેલી હોય તેવા વિદ્યાર્થીઓ અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડના અંતે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુન: પસંદગી કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ 21 જૂન સુધીમાંના વેબપોર્ટલ પર જઇ શાળાઓની પુન: પસંદગી કરી શકશે.
ત્રીજા રાઉન્ડની કાર્યવાહીમાં શાળાની પુન: પસંદગી માટે પુન:પસંદગીનાં મેનુ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુન: પસંદગી કરવાની રહેશે. અને સબમિટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. શાળાઓની પુન: પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જ્ગ્યાય તો અરજીપત્રકમાં દર્શાવેલા જિલ્લાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાનો રહેશે. વિદ્યાર્થીઓ શાળાઓની પુન: પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી ત્રીજા રાઉન્ડની પ્રવેશ ’પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આરટીઈની પ્રવેશ કાર્યવાહીમાં પ્રથમ રાઉન્ડ 4 મેના રોજ અને બીજો રાઉન્ડ 29 મેના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. બન્ને રાઉન્ડના અંતે એકંદરે 59869 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. ફાળવવામાં આવેલ પ્રવેશ પૈકી 51520 બાળકોએ પ્રવેશ ફાળવાયેલી શાળાઓમાં જઈ પ્રવેશ સુનિશ્ચિત કરાવ્યો હતો. પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ રાજ્યમાં અંગ્રેજી માધ્યમની 13086, ગુજરાતી માધ્યમની 15404, હિન્દી માધ્યમની 2828, અન્ય માધ્યમની 291 સહિત કુલ 31609 જેટલી જગ્યાઓ ખાલી છે.



