સોદો કેન્સલ કરી બે મહિનાનાં વ્યાજ સહિત રકમ માંગી કાર પણ પરત ન આપી
રાજકોટ અને સાયલાના શખ્સો સામે બી ડિવિઝન પોલીસમાં નોંધાવી ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના મોરબી રોડ પર કલ્પતરુ સોસાયટીમાં રહેતા અને ઇમિટેશનનું કામ કરતાં પિન્ટુભાઇ દામજીભાઈ ડોબરીયા ઉ.30એ વેચવા કાઢેલી વર્ના કાર 12 લાખમાં લઇ સોદા પેટે ફક્ત દોઢ લાખ આપી બાદમાં સોદો કેન્સલ કરી તેના મિત્ર હુડકો ચોકી પાસે રહેતા મનદિપ વેકરિયા અને સાયલાના જયદીપ ભરતભાઈ ખવડએ વ્યાજ સહિત 2.2 લાખ લઇ જઇ કાર પરત નહીં આપતા બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે 11 માસ પહેલાં રૂપિયાની જરૂરીયાત પડતાં પોતાની કાર વેચવાનું નક્કી કરી મિત્ર મનદીપને વાત કરી હતી ત્યાર બાદ મનદીપ મારફતે આરોપી જયદીપ ખવડને 12 લાખમાં કાર વેચવાનું નક્કી કરાયું હતું. ગઈ તા.26 માર્ચનાં જસદણમાં ગાડી વેચાણના કાગળો અને પ્રોમીસરી નોટ બનાવાઈ હતી જેમાં જયદીપે તેને 3 લાખ મળી ગયા છે અને બાકીનાં 9 લાખ ત્રણ મહિનામાં ચૂકવી આપશે તેવું લખાણ કરાવ્યું હતું જો કે તેને રૂપિયા મળ્યા ન હતા અને તેણે આરોપીને કાર આપી દીધી હતી ત્યારે મનદીપે રાજકોટ પહોંચીને રૂપિયા મળી જશે તેમ કહેતાં તે રાજકોટ આવ્યા હતા સાંજે વેલનાથપરાના પુલ પાસે મનદીપે તેને દોઢ લાખ આપી બાકીના રૂપિયા જયદીપ થોડા દીવસોમાં આપી દેશે તેમ વાત કરી હતી દસેક દીવસ બાદ રૂપિયા ન મળતાં એપ્રિલમાં મનદીપે તેની હાજરીમાં જયદીપને ફોન કરી બાકીનાં રૂપિયા બાબતે પુછતાં જયદીપે સોદો કેન્સલ કરવાનું કહીં તેને આપેલા ત્રણ લાખ ત્રણ મહિનાનું સાત ટકા લેખે વ્યાજ સહિત મને પરત મોકલાવી આપો અને ગાડી લઇ જાવ તેમ જણાવ્યું હતું. પરંતુ દસેક દીવસ થયા હોવાથી તે બે મહિનાનું વ્યાજ આપવા તૈયાર થયો હતો ત્યાર બાદ તેણે મનદીપને મને દોઢ લાખ જ આપ્યા છે તો બાકીના દોઢ લાખ જયદીપ કેમ મારી પાસે માગે છે તેમ પુછતાં તેને મારે રૂપિયાની જરૂર હોવાથી મે રાખી લીધા છે બાદમાં સમજી લેસુ તેમ કહ્યું હતું બાદ ગઈ તા.7 એપ્રિલનાં તેને મનદીપને બે મહિનાનાં સાત ટકા લેખે વ્યાજ સહિત 3.42 લાખ જયદીપને આપ્યા હતા પરંતુ તેને ગાડી લાવી ન આપતાં ફરી તેને પુછતાં મારી પાસે પૈસા નથી તમે દસ હજાર આપો એટલે હું ગાડી લેવા નીકળી જાવ કહેંતા તેને દસ હજાર ટ્રાન્સફર કર્યા હતા ત્રણેક દિવસ બાદ ફોન બંધ કરી દીધો હોય થોડા દીવસો પછી જયદીપે તેને કોલ કરી વ્યાજ સહિત 3.42 લાખ આપવાના છે અને ગાડી પરત લઈ જવાની છે કહેતાં તેને તમારા રૂપિયા વ્યાજ સહિત મનદીપને એપ્રિલમાં આપી દીધા છે તો હવે કેમ માંગો છો પુછતાં જયદીપે મને કોઈ રૂપિયા આપ્યા ન હોવાનું જણાવતા અંતે ફરિયાદ નોંધાવી હતી.



