ભારત સરકાર દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રસંશનીય કામગીરી કરવા બદલ ગુજરાતના 14 પોલીસકર્મીઓને સન્માનિત કરવામાં આવશે. જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગુજરાતના બે પોલીસ અધિકારી એવા ADGP અનુપમસિંહ ગેહલોત અને ATSના DSP કે.કે. પટેલને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાશે. જ્યારે અન્ય 12 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે.
આવતીકાલે પ્રજાસત્તાક દિન નિમિત્તે ગુજરાતના 12 પોલીસ અધિકારીઓનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરવામાં આવશે. જેમાં ADGP અનુપમસિંહ ગેહલોત અને ATSના DSP કે.કે. પટેલ સહિત ગુજરાતના 14 પોલીસ જવાનોનું રાષ્ટ્રપતિ સન્માન કરશે.
- Advertisement -