આંખો તમારી શરીરની સૌથી કોમળ અને અભિન્ન અંગ હોય છે. આંખ વિના જીવન જીવવુ મુશ્કેલ છે, તેથી તેની વધુ સારસંભાળની જરૂર પડે છે. તમારી લાઈફસ્ટાઈલ અને ખાનપાન તમારી આંખો પર મોટી અસર પાડે છે. તેથી કોઈ પણ ફેરફાર થતા તાત્કાલિક નિષ્ણાંતને મળવુ જોઈએ.
આંખમાં કોઈ પણ ફેરફાર થતા તાત્કાલિક નિષ્ણાંતને મળો
- Advertisement -
રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર મુજબ 21 મિલિયનથી વધુ અમેરિકન આંખોની સમસ્યાઓથી પીડિત છે.
આઈઆરએક્સ મુજબ આંખની ઘણી સમસ્યાઓ સામાન્ય હોય છે, જેમકે માઈલ્ડ માયોપિયા, મોતિયો, ગ્લૂકોમા વગેરે. જો કે, અમુક એવી સમસ્યાઓ પણ હોય છે, જે આંખને મોટુ નુકસાન પહોંચાડી શકે છે. ઘણી એવી બિમારીઓ હોય છે, જે આપણને આઈ ટેસ્ટિંગ માટે સંકેત આપે છે પરંતુ તમે તેને ઈગ્નોર કરી દો છો.
- Advertisement -
લાલ આંખો થવી: આંખની લાલાશ અલગ-અલગ સ્થિતિઓ અને ઈજાના કારણે આવી શકે છે. જેનાથી બળતરા, સોઝો અને ક્યારેક ક્યારેક રોશની પણ જઇ શકે છે. રેડ આઈ હોવાના કારણે ઘણી વખત આંખોની નાની બ્લડ સેલ્સ કોશિકાઓ સોઝી જાય છે. પરંતુ જો કોઈ ઈજા વિના અથવા દર્દ વિના આંખો લાલ થઇ રહી છે તો તમારે તાત્કાલિક એક્સપર્ટને મળવુ જોઈએ.
આંખમાં અચાનક દુ:ખાવો થવો- જો તમને અચાનક આંખમાં દુ:ખાવો મહેસૂસ થાય છે તો દુ:ખાવાની તાત્કાલિક એક્સપર્ટ પાસેથી સલાહ લેવી જોઈએ. દુ:ખાવાના અનેક કારણ હોઇ શકે છે. ઘણી વખત આંખમાં દુ:ખાવો હવામાનમાં ફેરફાર અને મામૂલી સંક્રમણના કારણે પણ થઇ શકે છે.
પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોવુ- જો તમારી આંખ પ્રકાશ પ્રત્યે વધુ સંવેદનશીલ થઇ છે અને આમ પહેલા નહોતુ તો સંભાવના છે કે તમારા લેન્સમાં કોઈ સમસ્યા હોય. આ સાથે તેમાં તમને રોશનીમાં ધુંધળાપણ પણ મહેસૂસ થઇ શકે છે. જેને નજર અંદાજ કરવુ ભારે પડી શકે છે.