આ હીરોઈનો ભલે વર્ષોથી બોલિવૂડમાં હોય પણ ભારતની નાગરિકતા નથી ધરાવતી
ભારતમાં હાલ લોકસભા ચૂંટણી ચાલી રહી છે. 19 એપ્રિલથી લઈને 1 જૂન સુધી સાત અલગ અલગ તબક્કામાં આ ચૂંટણી આયોજિત થશે. પહેલા તબક્કામાં તમિલનાડુમાં મતદાન થયું જ્યાં રજનીકાંત અને કમલ હાસન સહિતના સ્ટાર્સે મતદાન કર્યું.
- Advertisement -
તો હવે મહારાષ્ટ્રમાં 20 મેનાં રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે, જેમાં બોલિવૂડની મોટા ભાગની હસ્તિઓ વોટ આપશે. જો કે કેટલીક હસ્તિઓ એવી પણ છે કે જેમની પાસે મતદાન કરવાનો અધિકાર નથી, કોણ છે આ યાદીમાં સામેલ.
કેટરીના કૈફ
કેટરીના કૈફની પાસે ભારતીય નાગરિકતા નથી કેમકે તેનો જન્મ બ્રિટિશ હોંગકોંગમાં થયો હતો. આ જ કારણ છે કે હિન્દી સિનેમામાં પોતાના સફળ કરિયર છતાં કેટરીના ભારતમાં મતદાન કરવા માટે અયોગ્ય છે.
આલિયા ભટ્ટ
આલિય ભટ્ટ બોલિવૂડની જાણતી અભિનેત્રીઓમાંથી એક છે. જો કે તેમની પાસે મતાધિકાર નથી. આલિયાની પાસે પણ ભારતીય નાગરિકતા નથી. એવું એટલા માટે કેમ કે, તેનો જન્મ ઈંગ્લેન્ડના બર્મિઘમમાં થયો હતો. આ શહેરમાં જ તેની માતા સોની રાઝદાન પણ જન્મ થયો હતો.
- Advertisement -
નોરા ફતેહી
નેરા ફતેહી મોરક્કોથી આવે છે, તેના માતા-પિતા બંને મોરક્કોથી છે. જો કે તેની પાસે કેનેડાઈ નાગરિકતા છે. આ કારણે જ તેની પાસે ભારતીય ચૂંટણીમાં મત આપવાની કાયદેસરતા નથી.
જેક્લીન ફર્નાન્ડીઝ
જેક્લીન ફર્નાન્ડીઝનો જન્મ બહેરીનમાં થયો હતો. તે શ્રીલંકાના પિતા અને મલેશિયાઈ માતાની દીકરી છે. આ જ કારણ છે કે તેની પાસે શ્રીલંકાની નાગરિકતા છે. તેથી તે ભારતીય ચૂંટણીમાં મતદાન કરવા માટે હકદાર નથી, કેમકે મતદાનનો અધિકાર માત્ર ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે.
સની લિયોની
કરનજીત કૌર ઉર્ફે સની લિયોની પાસે કેનેડાની નાગરિકતા છે. આ કારણસર તે પણ ભારતમાં 2024ની લોકસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકે.