ચોમાસામાં શરદી ઉધરસથી બચવા અને સ્વસ્થ રહેવા માટે આ 5 પ્રકારની સ્પેશિયલ ચા પીવી જોઈએ.
ચોમાસાની ઋતુમાં ચાનાં શોખીન લોકો પોતાના આ પ્રિય પીણાં સાથે વરસાદનો લહાવો ઉઠાવે છે. વરસાદમાં ચા પીવું એ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે કારણકે માત્ર ચાનું સેવન કરવાથી જ અનેક પ્રકારની મુશ્કેલીઓને શરીરમાં આવતાં ટાળી શકાય છે. એટલું જ નહીં ચા લોકોને એનર્જેટિક બનાવે છે. આદૂ, પિપરમેંટ, તુલસીની ચા તમારી ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂતી આપે છે.
- Advertisement -
આ 5 પ્રકારની ચા શરીર માટે લાભદાયી
આદૂવાળી ચા (Ginger Tea)
વરસાદની ઋતુમાં સૌથી શ્રેષ્ઠ પીણું હોય તો એ છે આદૂવાળી ચા. એક રિપોર્ટ અનુસાર આદૂવાળી ચા એલર્જીને ઓછું કરવામાં, ગળું સાફ કરવામાં અને સામાન્ય શરદીનાં ઈલાજમાં મદદરૂપ બને છે. ચોમાસા દરમિયાન થતી પેટ સંબંધિત સમસ્યાઓ સામે લડવા માટે પણ આદૂવાળી ચા ફાયદાકારક છે. તેનાથી ડાઈજેસ્ટિવસ સિસ્ટમ બૂસ્ટ થાય છે.
- Advertisement -
કેમોમાઈલ ચા (Chamomile Tea)
કેમોમાઈલ ચા સ્વાસ્થ્ય માટે લાભકારી માનવામાં આવે છે. આ ચા એન્ટી ઈંફ્લેમેટરી અને એન્ટી માઈક્રોબિયલ- આ બંને ગુણોથી સંપન્ન હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ સીઝનમાં કેમોમાઈલ ચા સ્કિન સંબંધિત સમસ્યાઓની સાથે-સાથે શરદી, ફ્લૂ, વાયરલ સંક્રમણ જેવી અનેક બીમારીઓથી રાહત મળી શકે છે.
ગ્રીન ટી (Green Tea)
ગ્રીન ટી પીવાથી અનેક ફાયદા મળે છે. આ ચાની હાઈ એન્ટીઓક્સીડેંટ સામગ્રી આપણી રોગપ્રતિકારક શક્તિને વધુ મજબૂત બનાવે છે. મોનસૂનમાં ઈમ્યૂનિટી વધારીને અનેક પ્રકારનાં સંક્રમણથી પોતાના શરીરને બચાવી શકાય છે. ગ્રીન ટી આપણા શરીરથી ટોક્સિક એલીમેન્ટ્સને બહાર કાઢે છે. એટલું જ નહીં તે વેઈટ લૉસ માટે પણ મદદરૂપ છે.
તુલસી ચા (Tulsi/Basil Tea)
તુલસીમાં અનેક ઔષધીય ગુણ હોય છે. તુલસીનાં પાનવાળી ચા પીવાથી તણાવ, ચિંતા અને ડિપ્રેશનની સાથે-સાથે માથાનો દુ:ખાવો, ઉધરસ, શરદી વગેરેથી રાહત મળી શકે છે. તુલસીની ચા પીવાથી ઈમ્યૂનિટી, પાચન અને સ્કિનને લાભ મળે છે.
પેપરમિંટ ચા (Pappermint Tea)
પેપરમિંટનાં પાનમાં મેન્થૉલ, મેન્થૉન અને લિમોનેન સહિત અનેક આવશ્યક તેલ હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. પેપરમિંટની ચાનું સેવન પેટની સમસ્યાઓને ઓછી કર્યાં સિવાય બંધ નાક, મોસમી એલર્જી સહિત અનેક મુશ્કેલીઓથી રાહત આપવામાં મદદ કરે છે. તે મૂડને ફ્રેશ રાખવામાં પણ મદદરૂપ બને છે.