નાસ્ત્રેદમસ અનુસાર વર્ષ 2023માં ગંભીર આર્થિક સંકટ જોવા મળશે. અનેક લોકોની નોકરી જતી રહેશે. જેના કારણે ગરીબી અને ભૂખમરાનો સામનો કરવો પડશે. એક વ્યક્તિ બીજા વ્યક્તિને ખાવા માટે દોડશે
જ્યારે પણ વિશ્વના સૌથી મોટા ભવિશ્યવક્તાઓનુ નામ લેવામાં આવે છે, તેમાં નાસ્ત્રેદમસનુ સૌથી સર્વોચ્ચ લોકોમાં રાખવામાં આવે છે. હિટલર, બીજુ વિશ્વયુદ્ધ, અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આતંકી હુમલો અને કોરોના સાથે જોડાયેલી નાસ્ત્રેદમસની ઘણી ભવિષ્યવાણી હતી જે ઘણી હદ સુધી સાચી સાબિત થઇ હતી. સાથે જ એમને 2023ના અંત સુધીની ઘણી ભવિષ્યવાણી કરી છે, જેમાંથી અમુક ખૂબ ખતરનાક છે.
- Advertisement -
નાસ્ત્રેદમસ અનુસાર વર્ષ 2023માં ગંભીર આર્થિક સંકટ જોવા મળશે. અનેક લોકોની નોકરી જતી રહેશે. જેના કારણે ગરીબી અને ભૂખમરાનો સામનો કરવો પડશે. એક વ્યક્તિ બીજા વ્યક્તિને ખાવા માટે દોડશે. સાથે જ એમને ત્રીજા વિશ્વયુદ્ધને લઈને પણ વાત કરી હતી. નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું છે, સાત મહિના મહાન યુદ્ધ, ખરાબ કામોથી લોકો મર્યા. ઘણા લોકો નાસ્ત્રેદમસની આ વાતને વિશ્વયુદ્ધ સાથે જોડીને જોવે છે. લોકોનુ માનવુ છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદ ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ એટલુ ભયંકર હોઇ શકે છે કે તે ત્રીજા વિશ્વયુદ્ધનુ રૂપ લઇ લેશે.
આ સાથે જ એથોસ સલોમેએ કેટલીક આગાહીઓ કરી છે જે ભયાનક છે. તેણે ચેતવણી આપી છે કે આ વર્ષના અંત સુધીમાં તે ખૂબ જ ખરાબ થઈ શકે છે. જણાવી દઈએ કે સાલોમ એ જ છે જેણે અગાઉ કોરોના વાયરસ, યુક્રેન સામે યુદ્ધ અને મહારાણી એલિઝાબેથના મૃત્યુની ભવિષ્યવાણી કરી હતી. અને આ બધું સાચું પણ પડ્યું. તેમના અનુયાયીઓ ઘણીવાર તેમની સરખામણી 16મી સદીના પ્રખ્યાત પ્રબોધક નાસ્ત્રેદમસ સાથે કરે છે.
‘વર્ષના અંત સુધીમાં વિશ્વભરમાં પૂર અને ભૂકંપ’
એથોસે હવે કહ્યું છે કે 2023 ના અંત પહેલા વિશ્વ કુદરતી આફતોના મોજાનો સામનો કરી શકે છે. જો કે, તેમણે સ્પષ્ટતા કરી કે તેમની આગાહીઓ પથ્થરમાં સેટ નથી, અને લોકોમાં ગભરાટ ફેલાવવાનો તેમનો કોઈ ઈરાદો નથી. પોતાની નવી ભવિષ્યવાણીમાં તેણે ચેતવણી આપી છે કે વર્ષના અંત પહેલા દુનિયાભરમાં પૂર અને ભૂકંપ આવી શકે છે. સાથે જ એમને દાવો કર્યો છે કે ઇન્ડોનેશિયાના જાવા ટાપુ અને ઉત્તરી કેલિફોર્નિયા અને દક્ષિણ બ્રિટિશ કોલંબિયા વચ્ચેના વિસ્તારમાં મોટાપાયે વિનાશ થઈ શકે છે. આ વિસ્તારોના લોકોને ખતરનાક જ્વાળામુખી અને તીવ્ર ભૂકંપનો સામનો કરવો પડશે.