કમલાએ કહ્યું: ટ્રમ્પ નોન-સિરિયસ વ્યક્તિ: હું એવી રાષ્ટ્રપતિ બનીશ જેની પાસે કોમન સેન્સ હશે
ખાસ-ખબર ન્યૂઝ અમેરિકા, તા.23
અમેરિકાની વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે શિકાગોમાં ડેમોક્રેટિક નેશનલ ક્ધવેન્શન ના છેલ્લા દિવસે શુક્રવારે પાર્ટીની રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી સત્તાવાર રીતે સ્વીકારી હતી. કમલા હેરિસે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી સ્વીકારતાં કહ્યું કે આપણે જીત તરફ કામ કરવું પડશે. આ દરમિયાન ત્યાં હાજર ભીડ સતત કમલા અને ઞજઅના નારા લગાવી રહી હતી. ડેમોક્રેટિક ક્ધવેન્શનને સંબોધતા હેરિસે કહ્યું કે ’છેલ્લા કેટલાક સપ્તાહમાં મેં અહીં સુધી પહોંચવા માટે જે રસ્તો અપનાવ્યો છે તે મારી અપેક્ષાઓથી વધુ છે. મારી સફર મારી માતાની જેમ અદ્ભુત અને પડકારજનક રહી છે. હું દરરોજ તેમને યાદ કરું છું. હું અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે આ ઉમેદવારી સ્વીકારું છું.’ કમલા હેરિસે કહ્યું કે ’ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી રીતે નોન-સિરિયસ વ્યક્તિ છે. જો ટ્રમ્પ ફરીથી વ્હાઇટ હાઉસ પહોંચશે તો તેના ગંભીર પરિણામો આવશે. ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અને પદ છોડ્યા પછી દેશમાં જે કંઈ બન્યું તે આપણે બધાએ જોયું છે. ટ્રમ્પે મતદારોના નિર્ણયને નકારવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેઓ છેલ્લી ચૂંટણી હારી ગયા, ત્યારે તેમણે હુમલો કરવાના ઉદ્દેશ્ર્ય સાથે એક ટોળું મોકલ્યું, જ્યાં તેઓએ લોકશાહીને તોડફોડ કરી. આપણે પાછળ જવું નથી, ઉજ્જવળ ભવિષ્ય સાથે આગળ વધવાનું છે. એવું ભવિષ્ય જેમાં મધ્યમ વર્ગનું ખાસ ધ્યાન રાખી શકાય કારણ કે આ વર્ગે અમેરિકાની સફળતામાં વિશેષ ભૂમિકા ભજવી છે. મારા કાર્યકાળ દરમિયાન મધ્યમ વર્ગને વધુ મજબૂત કરવાનો મારો એક ઉદ્દેશ્ર્ય હશે.’ ટ્રમ્પ પર નિશાન સાધતા કમલા હેરિસે કહ્યું કે ’હું તમામ અમેરિકન નાગરિકોના રાષ્ટ્રપતિ બનવાનું વચન આપું છું. દેશને આગળ લઈ જવા માટે તમે મારા પર વિશ્ર્વાસ કરી શકો છો. હું રાષ્ટ્રપતિ બનીશ જે દેશને એક કરશે.
- Advertisement -
એક પ્રેસિડન્ટ જે વાંચી અને સાંભળી શકે છે. એક રાષ્ટ્રપતિ જેની પાસે કોમન સેન્સ હશે.’ તેમણે કહ્યું કે ટ્રમ્પે તેમના કાર્યકાળ દરમિયાન તેમની શક્તિઓનો સંપૂર્ણ ઉપયોગ કર્યો, પરંતુ તેમણે આ શક્તિઓનો ઉપયોગ તમારા જીવનમાં સુધારો કરવા અથવા રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા માટે નથી કર્યો, પરંતુ તેમણે માત્ર એક ગ્રાહકની સેવા કરી, જે પોતે છે. પરંતુ મારા સમગ્ર જીવન દરમિયાન તમે લોકો મારા એકમાત્ર ગ્રાહકો રહ્યા છો. કમલા હેરિસે ’વી ટ્રસ્ટ વુમન’ નામનું નવું સૂત્ર આપ્યું. તેમણે કહ્યું કે અમે મહિલાઓમાં વિશ્ર્વાસ રાખીએ છીએ અને જ્યારે સંસદથી જ મહિલા પ્રજનન સ્વતંત્રતા અંગેનો ખરડો પસાર થશે ત્યારે હું અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ગર્વથી તેના પર સહી કરીશ અને તેને કાયદો બનાવીશ. કમલા હેરિસના આ ટોણા પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ’તેમણે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં કંઈ કર્યું નથી, માત્ર વાતો કરી છે અને હજુ પણ તે જ કરી રહી છે. તે વસ્તુઓ વિશે ફરિયાદ કરે છે પરંતુ કંઈ કરતી નથી. તેઓએ તેમના ભાષણો બંધ કરવા જોઈએ, વોશિંગ્ટન જઈને સરહદો બ્લોક કરવી જોઈએ.’ ટ્રમ્પે વધુમાં કહ્યું કે ’કમલા હેરિસ ઈઝરાયલને નફરત કરે છે. જ્યારે ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ ઞજ સંસદ પહોંચ્યા તો તેઓ તેમને મળ્યા પણ નહોતા. તે કટ્ટરવાદી છે. તેમના કાર્યકાળ દરમિયાન દેશ માટે કોઈ ભવિષ્ય નહીં હોય, તે આપણને ત્રીજા વિશ્ર્વ યુદ્ધ તરફ દોરી જશે.’