ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ ચિલ્ડ્રન કલબના સભ્યો માટે તા. 01/09/2024 ને રવિવારે મ્યુઝીકલ પ્રોગ્રામ અને હાસ્ય શો નો કાર્યક્રમ હેમુગઢવી હોલમાં યોજાશે. આ કાર્યક્રમમાં ગીતની રમઝટ બોલાવશે તેની સાથે સાથે હાસ્યની છોળો ઉડાડશે. આ કાર્યક્રમ માં મન્સુર ત્રિવેદી પ્રસ્તુત મેલોડી કલર્સ તથા શ્રીકાંત નૈયર, આસિફ જેરીયા, નિલેશ વસાવડા, અશ્વીન મહેતા અને પ્રીતિ ભટ્ટ ગીતો નો વરસાદ વરસાવશે તથા હાસ્ય કલાકાર શ્યામ ગઢવી હાસ્યરૂપી મનોરંજન બાળકો ને કરાવશે સરગમ ચિલ્ડ્રન કલબ ના સભ્ય નંબર 1 થી 1000 માટે તા. 01/09/24 ને રવિવારે સવારે 9/00 થી 12/00 કલાક સુધી રાખેલ છે. તથા સરગમ ચિલ્ડ્રન કલબ ના સભ્ય નંબર 1001 થી 2000 માટે તા. 01/09/24 ને રવિવારે બપોરના 2/00 થી 5/00 કલાક સુધી પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
તમામ ચિલ્ડ્રન કલબ ના સભ્યો એ આઇકાર્ડ સાથે રાખવું રહેશે તેના વગર પ્રવેશ નહિ મળે જો કોઈ બાળકને ગેસ્ટ તરીકે આવું હોય તો તેના રૂ. 100/- ચાર્જ ભરીને આવી શકશે. જે સભ્યોનો જે ગ્રુપમાં વારો હોય તે જ ગ્રુપમાં આવવાનું રહેશે.
સરગમ ચિલ્ડ્રન કલબના સભ્યો માટે વેશભૂષાનો કાર્યક્રમ તા. 08/09/2024 રવિવાર ને સવારે 9/00 થી 11/00 સુધી હેમુગઢવી હોલમાં યોજાશે. જેમાં ટ્રેડીશનલ અને વેસ્ટર્ન આઉટફીટ માં તૈયાર થઈને બાળકોએ આવવાનું રહેશે.
જેમાં ગ્રુપ અમાં 6 થી 10 વર્ષના બાળકો અને ગ્રુપ ઇમાં 11 થી 14 વર્ષના બાળકો એમ બે ગ્રુપમાં સ્પર્ધાનું આયોજન રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે સરગમ કલબ, જાગનાથ ચોક ઓફીસ પરથી ફોમ લઇ લેવાના રહેશે જે સભ્યો વેશભૂષા સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોય તેને તા. 06/08/24 પહેલા ઓફીસ એ ફોમ ભરી જવાના રહેશે. ભાગ લેનાર તમામ સભ્યો ને સર્ટિફિકેટ આપવામાં આવશે. અને વિજયતા ઓને ઇનામ આપવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ અલ્કાબેન કામદાર, ડો. અલ્કાબેન ધામેલિયા, ગીતાબેન હિરાણી, ચેતનાબેન સવાજાણી, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન મહેતા, વૈશાલીબેન શાહ, જયશ્રીબેન વ્યાસ, નીતાબેન પરસાણા તેમજ લેડીઝ કલબના કમિટી મેબર જહેમત ઉઠાવી રહેલ છે.