RSS શતાબ્દી પર વડાપ્રધાને ટપાલ ટિકિટ-સિક્કો જાહેર કર્યો, ભારતીય ચલણ પર પહેલીવાર ભારત માતા દેખાયા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
બુધવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહમાં સંબોધન કરતાં ઙખ મોદીએ કહ્યું, ‘RSSના સ્વયંસેવકોએ ક્યારેય કડવાશ બતાવી નથી, પછી ભલે પ્રતિબંધો લાગેલા હોય કે કાવતરાં. છજજનો મંત્ર રહ્યો છે કે જે સારું છે, જે ઓછું સારું છે, બધું આપણું જ છે.’ આ પ્રસંગે ઙખ મોદીએ છજજના યોગદાનને દર્શાવતી એક સ્મારક ટપાલ ટિકિટ અને ₹100નો સિક્કો પણ બહાર પાડ્યો. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રની સેવા અને સમાજને સશક્ત બનાવવામાં સતત કાર્યરત છજજના સ્વયંસેવકો પણ આ ટપાલ ટિકિટમાં દેખાય છે. હું આ માટે દેશને અભિનંદન આપું છું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહ નિમિત્તે ઙખ નરેન્દ્ર મોદી બુધવારે નવી દિલ્હીમાં છજજના યોગદાનને પ્રકાશિત કરતી એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યાં હતાં. આ કાર્યક્રમનું આયોજન ડો. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. મોદીએ કહ્યું- આજે એક ખાસ ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડવામાં આવ્યાં છે. આ સિક્કાની એક બાજુ રાષ્ટ્રીય પ્રતીક છે,અને બીજી બાજુ સિંહ સાથે ભારત માતા અને છજજ કાર્યકરોની છબિ છે. ભારતીય ચલણ પર પહેલીવાર ભારત માતા દેખાયાં. ઙખએ કહ્યું, ‘અન્યાય પર ન્યાયનો વિજય થાય છે, અંધકાર પર પ્રકાશનો વિજય થાય છે… આ ભારતીય સંસ્કૃતિના વિચાર અને વિશ્ર્વાસની એક કાલજયી ઘોષણા છે. 100 વર્ષ પહેલાં આવા ભવ્ય પ્રસંગે છજજની સ્થાપના કોઈ સંયોગ નહોતો.’ આ હજારો વર્ષો જૂની પરંપરાનું પુનરુત્થાન હતું, જેમાં રાષ્ટ્રીય ચેતના સમયાંતરે દરેક યુગના પડકારોનો સામનો કરવા માટે નવા અવતારોમાં પોતાને પ્રગટ કરે છે. સંઘ એ શાશ્ર્વત રાષ્ટ્રીય ચેતનાનો સદ્ગુણી અવતાર છે.
આ પ્રસંગે દત્તાત્રેય હોસાબલેએ કહ્યું,, ‘તમે દેશમાં જ્યાં પણ જાઓ છો ત્યાં તમને છજજ સ્વયંસેવકો મળશે. તમને તેઓ ટ્રેનોમાં મળશે. મારા જેવા હજારો કાર્યકરો છે. સમાજ છજજ કાર્યકરોના કાર્યને જોઈને છજજને ઓળખે છે. સમાજ છજજ સ્વયંસેવકોના કાર્યને જુએ છે.’ છજજ દશેરાથી તેના શતાબ્દી વર્ષના કાર્યક્રમની શરૂઆત કરી રહ્યું છે. આ કાર્યક્રમ હેઠળ 2 ઓક્ટોબર, 2025થી 20 ઓક્ટોબર, 2026 સુધી દેશભરમાં સાત મુખ્ય કાર્યક્રમો યોજાશે. વધુમાં, છજજ વડા મોહન ભાગવત યુનાઇટેડ સ્ટેટ્સ અને કેટલાક યુરોપિયન દેશોમાં કાર્યક્રમોમાં ભાગ લઈ શકે છે.
મોદી પોતે છજજ પ્રચારક હતા અને ભાજપમાં જોડાતાં પહેલાં તેમણે પોતાને એક કુશળ સંગઠક તરીકે સ્થાપિત કર્યા હતા. ભાજપ છજજમાંથી તેની વૈચારિક પ્રેરણા લે છે.



