ખડગેએ કહ્યું કે, આ અમારી પાર્ટીના પૈસા હતા, જે તમે લોકોએ દાનમાં આપ્યા હતા, તેમણે તેને ફ્રીઝ કરી દીધા છે અને અમારી પાસે ખર્ચ કરવા માટે પૈસા નથી
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે સંકેત આપ્યો કે, તેમની પાર્ટી આર્થિક સંકટનો સામનો કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, જે બેંક ખાતામાં દાનમાં પૈસા રાખવામાં આવ્યા હતા તે ભાજપ સરકારે ફ્રીઝ કરી દીધા છે. કોંગ્રેસને આવકવેરા વિભાગ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. તેમણે દેશમાં બંધારણ અને લોકશાહીને ‘બચાવ’ કરવા અને કોંગ્રેસની જીત સુનિશ્ચિત કરવા આગામી લોકસભા ચૂંટણીમાં મજબૂત ઊભા રહેવા લોકોને હાકલ કરી છે. ખડગેએ કહ્યું કે, આ અમારી પાર્ટીના પૈસા હતા, જે તમે લોકોએ દાનમાં આપ્યા હતા, તેમણે તેને ફ્રીઝ કરી દીધા છે અને અમારી પાસે ખર્ચ કરવા માટે પૈસા નથી. આ સાથે કહી કે, ભાજપ ઈલેક્ટોરલ બોન્ડ વિશે ખુલાસો કરતા નથી કારણ કે તેમની ચોરી પ્રકાશમાં આવશે. તેની ગેરરીતિઓ સામે આવશે, તેથી તેણે જુલાઈ સુધીનો સમય માંગ્યો છે.
- Advertisement -
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી પર ગુજરાતમાં ક્રિકેટ સ્ટેડિયમનું નામ પીએમના નામ પર રાખવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, તમે હજી જીવિત છો. જ્યારે વ્યક્તિ જીવિત હોય ત્યારે સ્મારકો બનાવવામાં આવતાં નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, કલબુર્ગી (ગુલબર્ગા)ના લોકોએ તેમની ભૂલ સુધારવાનો અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે 2019માં ખડગે ગુલબર્ગા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. ખડગેને ભાજપના ઉમેશ જાધવ દ્વારા 95,452 મતોથી હરાવ્યા હતા. ઘણા દાયકાઓ સુધી ફેલાયેલી તેમની રાજકીય કારકિર્દીમાં ખડગેની આ પ્રથમ ચૂંટણી હાર હતી. એવી અટકળો ચાલી રહી છે કે રાષ્ટ્રીય સ્તરે પાર્ટીનું સંચાલન અને INDIA બ્લોક સાથે સંકલનની ભૂમિકા ભજવતા ખડગે આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડે. તેના બદલે પાર્ટી તેમના જમાઈ રાધાકૃષ્ણ ડોડ્ડામણીને મેદાનમાં ઉતારી શકે છે. ડોડમણી એક બિઝનેસમેન છે અને શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન પણ કરે છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે છેતરાશો નહીં, તેઓ (ભાજપ) દગાબાજ છે, તેઓ જૂઠું બોલે છે. તેઓ સત્ય છુપાવે છે અને લોકોમાં ખોટી માહિતી ફેલાવે છે. આંબેડકરે કહ્યું હતું કે, લોકોએ એક થઈને બંધારણ અને લોકશાહીનું રક્ષણ કરવું પડશે. જો બંધારણ, સ્વતંત્રતા અને એકતા નહીં હોય તો આ દેશ ફરી ગુલામ બની જશે અને ફરી ક્યારેય ઊભો રહી શકશે નહીં. તેમણે કહ્યું કે, ભાજપ આ દિવસોમાં બંધારણની વિરુદ્ધ બોલી રહી છે. ખડગેએ કહ્યું, આ તમારા અધિકારનો મામલો છે. તેઓ (ભાજપ) બંધારણ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપનો દાવો છે કે, બંધારણની વિરુદ્ધ બોલનારાઓ સાથે તેને કોઈ લેવાદેવા નથી, પરંતુ તે આવા લોકો સામે કાર્યવાહી કરતી નથી. આ એટલા માટે છે કારણ કે તેઓ (BJP અને RSS) આવા નિવેદનો કરનારા લોકોની પાછળ ઉભા છે.
મોદીની ગુલબર્ગા મુલાકાત પર ઉઠ્યા પ્રશ્નો
મલ્લિકાર્જુન ખડગેએ ભાજપના સાંસદ અનંત હેગડે પર નિશાન સાધ્યું, જેમણે બંધારણમાં સંશોધનને લઈને નિવેદન આપ્યું હતું અને વધુમાં કહ્યું હતું કે, બંધારણ એમ જ નથી આવ્યું. તેની પાછળ મોટી સંખ્યામાં લોકોનું બલિદાન છે. તેમણે ભાજપ પર નિશાન સાધ્યું અને વડાપ્રધાન પર વિસ્તારના વિકાસ માટે કંઈ ન કરવાનો આરોપ લગાવ્યો. ખડગેએ કહ્યું કે, મોદી આગામી દિવસોમાં કલબુર્ગી (ગુલબર્ગા) અને બિદર આવી રહ્યા છે. એક રીતે ગુલબર્ગા તેમના માટે ‘સેન્ટર’ બની ગયું છે.
- Advertisement -
આ સાથે તેમણે કહ્યું કે, તાજેતરમાં જ્યારે હું તેમને (વડાપ્રધાન) મળ્યો ત્યારે મેં પૂછ્યું કે તમે વારંવાર ગુલબર્ગા કેમ જાઓ છો? ત્યાં આકરી ગરમી પડી રહી છે અને લોકો પીવાના પાણી માટે પરેશાન છે. તેમણે (મોદી) કહ્યું કે ત્યાં એક મોટી એરસ્ટ્રીપ છે, તેથી જ તેઓ વારંવાર ગુલબર્ગા આવે છે. મોદીએ કહ્યું કે તેમને લાતુર, હૈદરાબાદ અને અન્ય નજીકના સ્થળોએ જવું હોય ત્યારે તેઓ ગુલબર્ગા આવે છે. તેઓ 18 માર્ચે આવી રહ્યા છે, પરંતુ તેમણે (મોદી) ગુલબર્ગા માટે પણ કંઈક આપવું જોઈએ. તેમણે કે ભાજપે શું કર્યું છે?