જૂનાગઢ લોકસભા ચૂંટણી સમયે મુખ્યમંત્રીની પ્રથમ મુલાકાત
મતદારો કરતા કાર્યકરોને શિખામણ આપવા પધાર્યા: CM
- Advertisement -
સાંસદ, ધારાસભ્ય, આગેવાનો સાથે બંધ બારણે બેઠક
જિલ્લાના સળગતા પ્રશ્ર્ને કાર્યકરો સાથે ચર્ચા વિચારણા
જવાહર ચાવડા અને મહેન્દ્ર મશરૂ ગેરહાજર રહેતા ચર્ચા જાગી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.03
જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણી અને માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જૂનાગઢ મુલાકાતે પધાર્યા હતા અને શહેરના ખલીલપુર રોડ પર આવેલ ગિરનાર કમલમ કાર્યાલય ખાતે સાંસદ, ધારાસભ્ય સહીત ઉમેદવારો સાથે બંધ બારણે બેઠક યોજી હતી મુખ્યમંત્રીની ઓચીંતી મુલાકાત લેતા અનેક અટકળો સર્જાય છે.જેમાં જાણવા મળતી વિગત મુજબ મતદારોના સંમેલનમાં હાજરી આપવાના બદલે કાર્યકરોને શિખામણ આપવા પધાર્યા હતા અને આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે ઉમેદવારો અને આગેવાનો તેમજ કાર્યકરોને સાંભળીને શીખ આપી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા જેના કારણે રાજકીય તર્કવિતર્ક શરુ થયા છે. લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકોની જીતની હેટ્રીક સાથે 5 લાખની લીડ સાથે જીતની આશા સાથે ભારતીય જનતા પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે અચાનક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો પ્રવાસ જૂનાગઢ કાર્યકરો સાથે યોજાતા અનેક પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે.શહેર અને જિલ્લાના અનેક સળગતા પ્રશ્ર્નો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને લોકસભા ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે શું કરવું પડે આગામી દિવસોમાં તેના માટે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોઈ તેમ જાણવા મળી રહ્યું છે.
જૂનાગઢ મહાનગર પાલીકાના અનેક પ્રશ્ર્ને હિત રક્ષક સમિતિ ઘણા સમયથી યોગ્ય પ્રશ્ર્નોની રજૂઆત કરી રહી છે ત્યારે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પણ રજૂઆતો કરેલ છે.ત્યારે શહેરનો રેલવે ફાટક પ્રશ્ર્ન કે, શહેર ફાટક મુક્ત થાય બીજી બાજુ જોશીપુરા ઓવર બ્રિજ નિર્માણ, વિલીગ્ડન ડેમનું નવીની કરણ તેની સાથે નરસિંહ મેહતા સરોવરનું ગોકળ ગતિએ ચાલતું કામ સહીત જિલ્લામાં નેસના વસતા માલધારી સહીત ઇકો સેન્સેટિવ જોનમાં આવતા ગ્રામ્ય વિસ્તારના ગામો સહીત ગિરનાર પલાસ્ટીક મુક્ત અભિયાન સહીત વિવિધ મુદ્દે ચર્ચાઓ સાથે આગામી લોકસભા બેઠક અને વિધાનસભા બેઠક ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વધુ મતદાન થાય તેવા આગેવાનો અને કાર્યકરો વધુ મેહનત કરીને લોકો સુધી પોહચે તેવી ચર્ચાઓ કરવામાં આવશેે. જૂનાગઢ લોકસભા ચૂંટણી પત્યા બાદ જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે.
ત્યારે શહેરમાં જે રીતે ભૂગર્ભ ગટર, ગેસ લાઈન સાથે પાણી સમસ્યા તેમજ રોડ રસ્તાની હાલતથી પ્રજા પરેશાન છે.ત્યારે ચૂંટાયેલ નગર સેવકોએ કરેલા કામનો હિસાબ પણ લેવાશે તેની સાથે શહેરના પ્રાણ પ્રશ્ર્નો લોકસભા બેઠક પર કેટલી અસર થઇ શકે તે બાબતે પણ આગેવાનો અને પદાધિકારી સાથે ચર્ચાઓ કરીને વહેલીતકે નિરાકરણ આવે તેવા પ્રશ્ર્ને પણ બેઠકમાં ચર્ચા થઇ. જયારે આ બેઠકમાં રાજેશ ચુડાસમા, માણાવદર બેઠકના ઉમેદવાર અરવિંદ લાડાણી, ધારાસભ્ય સંજય કોરડીયા, દેવાભાઇ માલમ, ભગવાનજીભાઇ કરગઠીયા, લોકસભા ચૂંટણીના સંયોજક ઉદય કાનગડ, ચંદ્રેશ હેરમા, જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ, શહેર પ્રમુખ પુનિત શર્મા, મેયર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.