જનસેવા અને આરોગ્ય સેવા નામે સરકારી તંત્ર ફક્ત દેખાવો જ કરતો હોવાનો આ રહ્યો પૂરાવો
પ્લાન્ટ બંધ રાખવાથી કોઈને તો ફાયદો મળી રહ્યો છે, પરંતુ નુકસાન ચોક્કસ દર્દીઓને થાય છે
- Advertisement -
ઙઈંઞ અધિકારીઓની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચારના ખેલથી દર્દીઓ ખાનગી સારવાર લેવા મજબૂર
હૉસ્પિટલમાં ધીમીગતિથી ચાલતી રીનોવેશન કામગીરીથી દર્દીઓને દવાના સ્ટોરરૂમમાં સૂવું પડે તેવી સ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાં એક વધુ ચોંકાવનારી હકીકત સામે આવી છે. જે હોસ્પિટલ જનતાને યોગ્ય અને સારી સારવાર આપવાના હેતુથી ચાલી રહી છે, ત્યાં હવે માત્રને માત્ર ભ્રષ્ટાચાર, અવ્યવસ્થા, ગંદકી અને આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે.
સરકારી હોસ્પિટલમાં અનેક સુવિધાઓ જાણી જોઇને બંધ કરી દેવામાં આવે છે ત્યારે નાછૂટકે દર્દીઓ સારવાર માટે મસમોટા બિલોની ચૂકવણી કરી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવા માટે મજબૂર બને છે. આવા જ એક કિસ્સો રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મકુંવરબા સરકારી હોસ્પસ્પિટલમાં જોવા મળ્યો છે. જ્યાં હોસ્પિટલ બિલ્ડીંગમાં ઓક્સિઝન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યુ છે પરંતુ છેલ્લા ઘણાં સમયથી આ પ્લાન્ટ હોસ્પિટલના પીઆઇયુ શાખાના અધિકારીઓના પાપે બંધ હાલતમાં છે. આ ઉપરાંત આ પ્લાન્ટ હોવા છતા શા માટે ચાલુ કરવામાં નથી આવતો તે પણ એક સવાલ છે. બીજી બાજુ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી શકે તે માટે બહારથી ઓક્સિઝનની બોટલો મંગાવવામાં આવે છે જેમનું મહિનાનું અંદાજે 40 હજાર જેટલું બિલ આવે છે. તેમજ હાલ હોસ્પિટલમાં રીનોવેશન ચાલુ હોય ત્યારે કોઇપણ પ્રકારના આયોજન વગર જ આડેધડ કામગીરી હાથ ધરતા કેટલાંક દર્દીઓ દવાના સ્ટોર રૂમમાં સૂવા માટે મજબૂર બની રહ્યા છે. ત્યારે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ફરી શરૂ કરવામાં આવે, રીનોવેશન ચાલતુ હોય તો દર્દીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરાઇ અને બહાર લટકતા જોખમી ઇલેક્ટ્રીક વાયરો દૂર કરી સલામત વાતાવરણ પૂરું પાડવમાં આવે તે જરૂરી છે.
PIU વિભાગના અધિકારીઓના પાપે દર્દીઓ પરેશાન
હોસ્પિટલમાં અનેક અસુવિધા અને અવ્યવસ્થા પાછળ માત્રને માત્ર હોસ્પિટલના પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ એટલે કે પીઆઇયુ વિભાગ જ જવાબદાર છે. તેમજ રાજકોટ પીઆઇયુ વિભાગના કર્મચારી મકવાણાને આ અવ્યવસ્થા અંગે મીડિયા દ્વારા સવાલ કરવામાં આવે છે ત્યારે ઉડાવ જવાબ આપી દે છે. અધિકારીઓની નિષ્ક્રિયતા અને ભષ્ટ્રાચારના ખેલથી દર્દીઓ પરેશાન થઇ રહ્યા છે અને નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે મજબૂર બન્યા છે.
- Advertisement -



