મોર્નિંગ મંત્ર
ડૉ.શરદ ઠાકર
ચંદ્ર ઉપર પગ મૂકનાર અત્યાર સુધીમાં એકાદ ડઝન માણસો થયાં છે. એપોલો-11 માં બેસીને ચંદ્ર ઉપર પહોંચનાર, ચંદ્રની જમીન પર પ્રથમ પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગનું નામ તો બધાં જાણે છે, પણ એ પછી 19 મિનિટ બાદ જે બીજા અવકાશયાત્રીએ ચંદ્ર પર પગ મૂક્યો એનું નામ કેટલાને યાદ છે? એ માણસ હતો બઝ એલડ્રિન. ચંદ્ર પર જઈને પરત આવ્યા પછી આ બઝ એલડ્રિન નામનો અવકાશયાત્રી ભારતની મુલાકાતે આવ્યો હતો ત્યારે મુક્તાનંદબાબાને મળવા ગયો હતો. મુકતાનંદબાબાએ એને પૂછ્યું હતું, “ચંદ્ર પર પગ મૂક્યા પછી તમને કેવું લાગ્યું?”
- Advertisement -
એલડ્રિને જવાબ આપ્યો હતો, “એ ક્ષણે જ મારું મન શાંત થઈ ગયું હતું.”
પૂ. બાબાશ્રીએ એને સમજાવ્યું, “મનનો કારક ચંદ્ર છે, અમારા શાસ્ત્રોમાં લખ્યું છે કે, ‘ખધ્ત્પળ પણલળજ્ઞ ઘળ્રૂટજ્ઞ। માટે તારું મન ચંદ્રના સ્પર્શથી શાંત થઈ ગયું. પણ અમારા ભારતીય અધ્યાત્મમાં તો એ શક્તિ રહેલી છે કે જે તમને અહીં બેઠા-બેઠા ચંદ્રની શીતળતાનો અનુભવ કરાવી શકે.”
આટલું કહીને બાબાએ એલડ્રિનને સિદ્ધયોગના ધ્યાનનો અનુભવ આપ્યો. ધ્યાનાવસ્થામાંથી જાગૃત થયા બાદ એલડ્રિને કબૂલ કર્યું, “મને જે અનુભૂતિ ચંદ્ર પર થઈ હતી એનાં કરતાં અનેકગણી ઉત્કટ અનુભૂતિ અહીં થઈ છે.” વિજ્ઞાન અને અધ્યાત્મ એકબીજાનાં પૂરક નથી. આગળ જતાં એ બંને ક્યાંક ચોક્કસ બિંદુ પર એકબીજાને મળે છે અને એકસરખી અનુભૂતિને જન્મ આપે છે.
ૐ નમ: શિવાય