ચોરી કરેલા ઘરેણાં વેંચાણ માટે જાય તે પૂર્વે જ કઈઇ ટીમે ઝડપી લીધો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક ઘરફોડ ચોરીના બનાવો બનવા પામ્યા છે ત્યારે આ ચોરીના બનાવોમાં થયેલ વધારો અને મોટાભાગના ચોરીના ગુન્હાઓ ડિટેક્શન કરવા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમે એકશન પ્લાન ઘડી પોતાના અંગત બાતમીદારોને એક્ટિવ કર્યા છે. જે દરમિયાન મુળી તાલુકાના દાણાવાડા ગામે એકાદ મહિના પૂર્વે ધોળા દિવસે એક સાથે ત્રણ રહેણાક મકાનોમાં ચોરી થવાની ઘટના બની હતી ત્રણેય મકાનોમાં એકજ મોડસ ઓપરેન્ડીથી ચોરી થઈ હોવાની ઘટનાને લઇ જિલ્લા એલ.સી.બી ટીમ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરી હતી જ્યારે આ ચોરી કરનાર વિનોદ ઉર્ફે ગોવિંદ ઉર્ફે વીનો ઉર્ફે મૂંગો ધીરુભાઈ સરવૈયા હાલ ઘરફોડ ચોરી કરેલ દાગીના વેચાણ માટે જતો હોવાની બાતમીને આધારે એલ.સી.બી ટીમ દ્વારા શખ્સને ઝડપી લઇ તેની પાસેથી દાગીના અને રોકડ રૂપિયા સહિત 4,74,480 રૂપિયાના મુદામાલ સાથે ઝડપી લીધો હતો પ્રાથમિક પૂછપરછમાં આ ચોરીના દાગીના દાણાવાડા ગામેથી કરેલ ઘરફોડ ચોરીના હોવાનું સામે આવતા શખ્સને મૂળી પોલીસ મથકે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.