દ્વારકામાં પ્રતિબંધિત ડ્રોન કેમેરો ઉડ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પ્રતિબંધિત કેમેરો ચલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ દ્વારકાધીશ જગત મંદિર ઉપર પ્રતિબંધિત ડ્રોન કેમેરો ઉડ્યો હોવાની જાણ થઇ હતી. જેમાં દ્વારકામાં મંદિર શિખર પર 5 મિનિટ સુધી ડ્રોન દ્વારા શૂટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 56 સીડી પાસે પૌરાણિક મંદિર નજીકથી શૂટિંગ કરવામાં આવતા આ વાતની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારે પોલીસ જવાનોએ ડ્રોન કેમેરો ચલાવનારને પકડ્યો હતો.
- Advertisement -
જેમાં મંજૂરી વગર શૂટ કરાતા યુવકને પોલીસ સ્ટેશને લઇ જવાયો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર આરોપી મુંબઇનો રહેવાસી છે અને યુ-ટ્યુબર હોવાનો ખુલાસો તેણે કર્યો હતો.