રાજકોટમાં અમીન માર્ગ પર થયેલી વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે 19 વર્ષીય અનિલ મીણાએ ઝડપી પાડ્યો છે. યુવક ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસ્યો હતો અને વિષ્ણુ ઘુચરાની હત્યા કરી નાસી ગયો હતો. અમીન માર્ગ પર આવેલા વિદ્યાકુંજ સોસાયટીમાં રહેતા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના વેવાઇ પ્રવીણભાઇ પટેલના બંગલામાં ચોરીના ઇરાદે ઘૂસી કેટલાક શખ્સોએ પ્રવીણભાઇ પટેલના માણસ વિષ્ણુભાઇ ઘુચરા (ઉ.વ.60)ની હત્યા નિપજાવી હતી. રાજકોટ શહેરના અમીનમાર્ગ પર વિદ્યાકુંજ સોસાયટી આવેલી છે.
જેમાં ઇશાવાસ્યમ નામનો બંગલો આવેલો છે. આ બંગલો ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના વેવાઇ પ્રવીણભાઈ પટેલનો છે. હાલ પ્રવીણભાઇ પટેલ વડોદરા રહે છે અને અહીંયા તેમના બંગલામાં વિષ્ણુ કુચરા નામનો શખ્સ રહે છે, જે બંગલાની દેખરેખ પણ કરે છે. છેલ્લા ચાર વર્ષથી વિષ્ણુભાઈ બંગલાની રખેવાળી કરતા હતા. રાતના 9 વાગ્યાની આસપાસ આવેલા અજાણ્યા શખસે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી હતી. હત્યા બાદ આરોપી બંગલાના પાછળના ભાગેથી ફરાર થઈ ગયો હતો.