ગિરનાર જંગલમાંથી કુલ 20 ટન જેટલું પ્લાસ્ટિક એકત્ર કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નેચર ફર્સ્ટના યુવાનોની એક ટીમે છેલ્લા બે વર્ષથી દરેક રૂતુમાં મુંગા મોઢે જંગલ ખૂંદીને પ્રકૃતિની સેવા શરૂ કરી છે, નેચર ફર્સ્ટ દ્વારા છેલ્લા 108 સપ્તાહથી દર રવિવારે પ્રકૃતિ પ્રથમના માધ્યમથી પ્રકૃતિનું જતન અંતર્ગત ગિરનાર જંગલના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે પ્લાસ્ટિક મુક્ત જંગલ અભિયાન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત નેચર ફર્સ્ટની ટીમ દ્વારા ગિરનારના જંગલ વિસ્તારમાં 108મું પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન યોજવામાં આવ્યું હતું, જેમાં હ્યુમનીટી ફર્સ્ટ ગ્રુપના સભ્યો તથા ગોપાલક કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ નેચર ફર્સ્ટના યુવાનોએ મળી આ પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન દરમિયાન આશરે 155 કિલો જેટલા પ્લાસ્ટિકનો જથ્થો જંગલ વિસ્તારમાંથી એકત્ર કરી તેનો નાશ કરાયો હતો.
તેમજ ગિરનારના જંગલમાં પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન ચલાવનાર ભરતભાઈ બોરીચા સહિતના યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમો છેલ્લા 108 સપ્તાહથી એટલે કે બે વર્ષ અને એક મહિનાથી પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન ચલાવીએ છીએ અને અત્યાર સુધીમાં ગીરનાર જંગલ વિસ્તારમાંથી આશરે 20 થી 21 ટન જેટલાં પ્લાસ્ટિકનો નાશ કર્યો છે.
નેચર ફર્સ્ટના યુવાનો 108 સપ્તાહથી ગિરનાર સફાઈ અભિયાન ચલાવે છે
