મહિલાએ માત્ર હેલ્ધી ફૂડ ખાઈને અને પગપાળા ચાલીને પોતાનું 55 કિલોગ્રામ વજન ઘટાડ્યું
ભાગદોડની આ જિંદગીમાં, આજે લગભગ દરેક વ્યક્તિ તેના વધતા વજનને કારણે પરેશાન છે. લોકો પોતાનું વજન ઘટાડવા માટે અલગ-અલગ ઉપાયો અજમાવતા હોય છે. કોઈપણ સર્જરી વગર માત્ર એક વર્ષમાં 55 કિલોગ્રામ વજન ઘટાડ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે મહિલાએ માત્ર હેલ્ધી ફૂડ ખાઈને અને પગપાળા ચાલીને પોતાનું 55 કિલોગ્રામ વજન ઘટાડ્યું છે.

- Advertisement -
27 વર્ષની આ મહિલાએ પોતાનું વજન ઘટાડવા માટે ફળ અને શાકભાજીના જ્યુસનો પણ સહારો લીધો હતો. જમવાની ખરાબ આદતોના કારણે તેનું વજન 128 કિલો થઈ ગયું હતું. ત્યારબાદ તેમણે પોતાનું વજન ઘટાડવાનું વિચાર્યું. તેણે પોતાના ડાયટમાં હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ પર ફોકસ કર્યું. સિસિલી કહે છે કે વજન ઘટાડવા માટે તેણે સ્ટ્રેસ લેવાનું બંધ કરી દીધું. તે હંમેશા હળવા મૂડમાં રહેતી. આ દરમિયાન તેણે બહારનું ખાવાનું પણ છોડ્યું ન હતું.

તે ચોકલેટ પણ ખાતી હતી. તેણે હેલ્ધી ખાવાનું શરૂ કર્યું અને જીમમાં ગયા વગર થોડા મહિનામાં 20 કિલોગ્રામ વજન ઘટાડ્યું. આ દરમિયાન તે માત્ર પગપાળા જ જતી હતી. તેણીએ દિવસમાં 3 લીટર પાણી પીવું પડતું હતું અને ઓછામાં ઓછા 10,000 પગલાં ચાલવા પડતા હતા. તે દરરોજ 100 સ્ક્વોટ્સ કરતી હતી. પોતાની તમામ કસરત ઘરે જ કરતી હતી. હકિકતમાં તે તેના બે બાળકોના કારણે જીમમાં જઈ શકતી ન હતી. તેણે દર અઠવાડિયે આરામથી 2 કિલો વજન ઘટાડ્યું અને 15 મહિનામાં તેણે 55 કિલો વજન ઘટાડ્યું. હવે તે 128 કિલોથી 73 કિલોની છે.


