સંસદનું શિયાળુ સત્ર આગામી 7 થી 29 ડીસેમ્બર સુધી યોજાશે અને તેમાં 17 દિવસો કામકાજ થશે તેમ કેન્દ્રના સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જાહેર કર્યું હતું.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર પ્રથમ વખત રાજ્યસભાના ચેરમેન તરીકેનો હવાલો સંભાળશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશના પરિણામો જાહેર થવાના આગલા દિવસે જ સત્ર શરુ થવાનો હોવાથી ‘ચૂંટણી ફીવર’ની અસર વર્તાવાની સંભાવના છે.
- Advertisement -
Winter Session of Parliament to begin on December 7
Read @ANI Story | https://t.co/VMIxzps0oN#Parliament #India #WinterSession pic.twitter.com/tL9WswBXZ7
— ANI Digital (@ani_digital) November 19, 2022
- Advertisement -
સતાવાર ટવિટર હેન્ડલ પર પ્રહલાદ જોશીએ લખ્યું હતું કે 23 દિવસના આ શિયાળુ સત્રમાં 17 સીટીંગ થશે. સંસદના આ સત્રમાં અનેક વિધેયકો પસાર કરાવવામાં સરકારનો ઇરાદો સ્પષ્ટ છે સામે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો વિવિધ મુદ્દે ચર્ચા માટે દબાણ કરી શકે છે. કોરોના હવે ખત્મ થયો હોવાથી કોવિડ નિયંત્રણોની શક્યતા નથી.