જેમાં 9 વાગે રામ મંદિર અને છ વાગે જયશ્રી રામ લખેલું દેખાય છે: વોચનો કલર પણ ભગવો
ભગવાન શ્રી રામ અને અયોધ્યાના રામ મંદિરથી પ્રેરિત થઇને સ્વિટ્ઝરલેન્ડની લક્ઝરી વોચ બનાવતી જેકબ એન્ડ કંપનીએ લકઝરી વોચ બનાવી છે. આ લિમિટેડ એડિશન વોચ છે જેમાં રામ મંદિર, હનુમાન અને ભગવાન શ્રીરામ છે.
- Advertisement -
એનાં ફક્ત 49 મોડલ બનાવવામાં આવ્યાં છે અને એમાંથી 35 વેચાઇ ગયાં છે. આ વોચની કિંમત 34 લાખ રૂપિયા છે. એમાં 9 વાગ્યે રામ મંદિર અને 6 વાગ્યે જય શ્રીરામ લખેલું દેખાય છે. હનુમાનજી ભગવાન શ્રીરામની ભક્તિમાં લીન જોવા મળે છે.
ભગવાન શ્રીરામ ધનુષ ચલાવતા જોવા મળે છે. આ વોચ ઇન્ડિયન ક્લ્ચર અને લોકોની ભાવના તથા ભક્તિને ખાસ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી તેમ જ આ વોચનો કલર પણ ભગવો રાખવામાં આવ્યો છે જે હિન્દુત્વનો રંગ છે.