ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢ લોકસભાની સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન તળે મતદાન જાગૃતિના કાર્યક્રમનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે જૂનાગઢના વિવિધ તાલુકા તેમજ ગામડાઓમાં લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરાયા હતા.
- Advertisement -
માળિયા હાટીના તાલુકાના અમરાપુર તથા જામવાળી ગામ તેમજ કેશોદ તાલુકાના સિલોદર અને માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં મહત્તમ મતદાન માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. તેમજ વિવિધ સુત્રોચ્ચાર જેવા કે મારો મત મારો માધિકાર, હું તો મતદાન કરીશ જ દ્વારા લોકોને આકર્ષિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત લોકો મતદાન માટે પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા.