By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    1 day ago
    ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી
    1 day ago
    ગ્રીન કાર્ડ માટે લૂંટનો ‘ડ્રામા’: અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના ગંભીર આરોપમાં ધરપકડ
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    2 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    23 hours ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    2 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    2 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    2 days ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 day ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    1 day ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    1 day ago
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    2 days ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    1 day ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    2 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    5 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 week ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મીડિયા ક્લબ આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્ટ: રોમાંચક ફાઇનલ મુકાબલામાં અબતક સામે ઇલેક્ટ્રોનિકસ મીડિયાની જીત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મીડિયા ક્લબ આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્ટ: રોમાંચક ફાઇનલ મુકાબલામાં અબતક સામે ઇલેક્ટ્રોનિકસ મીડિયાની જીત
રાજકોટ

મીડિયા ક્લબ આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્ટ: રોમાંચક ફાઇનલ મુકાબલામાં અબતક સામે ઇલેક્ટ્રોનિકસ મીડિયાની જીત

Khaskhabar Editor
Last updated: 2022/05/11 at 4:37 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

છેલ્લા બોલ સુધી રોમાંચક રહેલા ફાઇનલના જંગમાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયા 7 રને વિજય થયું

નવનીત-જીતની આક્રમક બેટીંગના સહારે ઇલેક્ટ્રોનીક્સ મીડિયાએ 164 રનનો સ્કોર ખડક્યો: જીત કક્કડ અણનમ 62 રન અને 3 વિકેટ મેળવી મેન ઓફ ધ મેચ બન્યો

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
દર વર્ષે મીડિયા કર્મીઓની ભાગદોડભરી જીંદગી અને સ્ટ્રેસથી મુક્ત થવા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે અબતક અને ઇલેક્ટ્રોનીક્સ મીડિયા વચ્ચે ફાઇનલનો મહાજંગ ખેલાયો હતો. જેમાં અતિ રોમાંચક અને કસોકસ વચ્ચે ઇલેક્ટ્રોનીક્સ મીડિયાની અબતક સામે ભવ્ય જીત થઇ હતી. અબતક મીડિયા અને ઇલેક્ટ્રોનીક્સ મીડિયાએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ખૂબ જ સુંદર દેખાવ કરીને ફાઇનલમાં પહોંચી હતી. રવિવારે રાજકોટના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ માધવરાવ સિંધીયા ખાતે સાંજે 6:00 કલાકે મેચનો પ્રારંભ થયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છના ઇન્કમટેક્સના ચીફ કમિશનર બી.એલ. મીણાના હસ્તે ટોસ ઉછાળવામાં આવ્યો હતો. જેમાં અબતકે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા ઇલેક્ટ્રોનીક્સ મીડિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યાં હતા. જવાબમાં અબતકે ખૂબ જ સાહસિક રમત રમતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યાં હતા. અબતક જીતથી થોડું દૂર રહ્યુ હતું.

અતિ રોમાંચક અને કસાકસીભર્યાં મેચમાં ઇલેક્ટ્રોનીક્સ મિડીયાનો 7 રને વિજય થયો હતો. ફાઇનલ મેચ દરમિયાન અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવ, અબતક મિડીયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઇ ભંડરી, ભાજપ ઓબીસી સેલના પ્રમુખ ઉદયભાઇ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. જે.વી.ધોળા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજપૂત, પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, ભાજપ મહિલા અગ્રણી કાશ્મિરાબેન નથવાણી, રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસિએશનના પ્રમુખ ભાયાભાઇ સાહોલીયા, વોટર વર્ક્સના સમિતિના ચેરમેન દેવાંગભાઇ માંકડ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહ્યો હતો. રાજકોટની ક્રિકેટપ્રેમી જનતા પણ આ મેચ નિહાળવા ઉમટી પડી હતી. મેચમાં છેલ્લી ઓવર સુધી રસાકસી જોવા મળી હતી. પ્રથમ બેટીંગ કરતા ઇલેક્ટ્રોનીક્સ મિડીયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યાં હતાં. અબતકના બોલરોએ ધારદાર બોલીંગ કરતા પ્રથમ ઓવરમાં જ ભાવેશ લશકરીને આઉટ કર્યો હતો. ત્યારબાદ પાંચમી ઓવર ઇલેક્ટ્રોનીક્સ મિડીયાએ બીજી વિકેટ પણ ગુમાવી દીધી હતી. ઇલેક્ટ્રોનીક્સ મિડીયા તરફથી જીત કક્કડે 62 રન બનાવ્યાં હતા અને 3 વિકેટ ઝડપી હતી. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. નવનીત લશ્કરીએ પણ જીતનો સાથ દેતાં 25 બોલમાં આક્રમક 55 રન ફટકાર્યા હતાં. અબતકના બોલરોનું પણ શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું હતું. અબતક તરફથી સંજય, તેજસ અને મોનિલે બે-બે જ્યારે આશિષ નાગે એક વિકેટ ઝડપી હતી.
165 રન ચેસ કરવા ઉતરેલી અબતકની શરૂઆત સારી રહી ન હતી. ઇનિંગની બીજી જ ઓવરમાં અબતકે વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ તુષારભાઇ રાચ્છે ઇનિંગ સંભાળી હતી અને 21 રન ફટકાર્યા હતા. મેચમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા હતા. છેલ્લી ઓવર સુધી મેચ રોમાંચક રહ્યો હતો. તેજસ ચૌહાણે 44, આશિષ નાગે 27 અને રોહિત ડાંગરે મહત્વપૂર્ણ 24 રન બનાવ્યાં હતાં. ઇલેક્ટ્રોનિક્સ મિડીયા તરફથી ચેતન, નવનીત અને ગૌતમે એક-એક વિકેટ ઝડપી હતી જ્યારે જીત કક્કડે મહત્વની ત્રણ વિકેટ ઝડપી હતી.
મેચ બાદ બંને ટીમનો ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. વિજેતા ઇલેક્ટ્રોનિક્સ મિડીયાને ટ્રોફી અને 51,000નું રોકડ પુરસ્કાર તેમજ રનર્સઅપ ટીમને ટ્રોફી તેમજ 31,000નું રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપૂત દ્વારા વિજેતા ટીમને 21,000 તેમજ રનર્સઅપને 11,000નો ચેક આપવામાં આવ્યો હતો. રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસિએશનના પ્રમુખ ભાયાભાઇ દ્વારા વિજેતા ટીમને 5,000 તેમજ રનર્સઅપ ટીમને 2,500નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.

હેડલાઇન અને કાઠિયાવાડ પોસ્ટની સ્પોન્સરશિપથી ઝગમગી ઉઠી ટૂર્નામેન્ટ
મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટ લગભગ પચીસેક વર્ષથી થાય છે. પરંતુ કોઇ અખબાર કે મીડિયા હાઉસે આ ટુર્નામેન્ટની સ્પોન્સરશિપ આપી હોય તેવી ઘટના આ વર્ષે ઇતિહાસમાં પ્રથમ વખત બની હતી. હેડલાઇન દૈનિક આ ટુર્નામેન્ટનું મેઇન સ્પોન્સર હતું. તેમનાં માલિક નિખિલભાઇ પોપટ તરફથી અનન્ય સહયોગ મળ્યો હતો. બીજી તરફ કાઠિયાવાડ પોસ્ટ દૈનિક તરફથી પણ કો-સ્પોન્સર તરીકે ઉમદા સહયોગ મળ્યો હતો. કાઠિયાવાડ પોસ્ટનાં તંત્રી નીરજ વ્યાસે આખી ટુનામેન્ટનાં આયોજનમાં પણ ઊંડો રસ લીધો હોત.

- Advertisement -

પિન્કી રાચ્છની અવનવી વાનગીઓ ખેલાડીઓને દાઢે વળગી
દર વર્ષે મિડીયા ક્રિકેટ ટૂર્નામેન્ટના તમામ મેચમાં પિન્કીબેન રાચ્છ દ્વારા મેચ દરમિયાન ખેલાડીઓને હાઇજેનીંક ફૂડ પીરસવામાં આવે છે. તેઓ વર્ષોથી રમાતી આ ટૂર્નામેન્ટમાં પોતાનું યોગદાન આપે છે અને તમામ ખેલાડીઓને પિન્કીબેન રાચ્છની અવનવી વાનગીઓ દાઢે વળગે છે.

ક્રિકેટ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા સુંદર કામગીરી

દર વર્ષે મિડીયા કર્મીઓની સતત ભાગદોડવાળી જીંદગી અને સ્ટ્રેસ હળવો કરવા માટે મિડીયા ક્લબના તુષાર રાચ્છ અને કિન્નર આચાર્યનું શ્રેષ્ઠ આયોજન વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. બંનેની સુઝબુજ અને અન્ય તમામ મિડીયા ક્લબના સભ્યોના સાથ-સહકારથી આ ક્રિકેટ ટૂર્નામેન્ટ દર વર્ષે ભવ્ય રીતે રમાય છે અને તેમાં ઇનામોની પણ વણઝાર કરવામાં આવે છે. આ ટૂર્નામેન્ટ સફળ બનાવવા તુષાર રાચ્છ અને કિન્નર આચાર્ય જહેમત ઉઠાવી હતી. આ વર્ષે રમાનારી ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ફાઇનલ વિજેતા ઇલેક્ટ્રોનિકસ મિડીયાને રૂ.51,000 અને ટ્રોફી તેમજ રનર્સઅપ અબતકને રૂ.31,000 તેમજ ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

You Might Also Like

રાજકોટ એઇમ્સના ઇન્ટર્ન તબીબે વહેલી સવારે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

નગરપાલિકાનો ‘સ્વદેશી મેળો’ ફિયાસ્કો સાબિત થયો; સ્ટોલ પર તાળાં અને ગ્રાહકોની પાંખી હાજરી

રાજકોટ અદાલતનો સીમાચિહ્નરૂપ ચુકાદો: રેલ્વેમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરનાર શિક્ષકને 1 વર્ષની કેદ

ઘેડના ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય: રૂ. 1534 કરોડના ખર્ચે ફેઝ-2 યોજના, પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંશોધન પત્ર કૌભાંડનો પર્દાફાશ : કમલ મેહતાના પ્રમોશન મુદ્દે ડૉ. નિદત બારોટના ગંભીર આક્ષેપ

TAGGED: #rajkot #mediaclubcrickettournament #electronicmedia #abtak #મીડિયાક્લબક્રિકેટટૂર્નામેન્ટ #ઇલેક્ટ્રોનિકસમીડિયા #અબતક
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુંજકાની વિવાદિત જમીન અંગે સુભાષ ત્રિવેદી દ્વારા તપાસ તેજ
Next Article કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પંડિત સુખરામનું બ્રેઈન સ્ટ્રોકથી નિધન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર
એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !
પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર
હકીકત આવી પણ હોઈ શકે !
‘મારું હિત કર્યું એટલે સારા અને અહિત કર્યું એટલે ખરાબ’ એ ‘અહમ્’ની ઓળખ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ એઇમ્સના ઇન્ટર્ન તબીબે વહેલી સવારે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

નગરપાલિકાનો ‘સ્વદેશી મેળો’ ફિયાસ્કો સાબિત થયો; સ્ટોલ પર તાળાં અને ગ્રાહકોની પાંખી હાજરી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રાજકોટ અદાલતનો સીમાચિહ્નરૂપ ચુકાદો: રેલ્વેમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરનાર શિક્ષકને 1 વર્ષની કેદ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?