જય – વીરુની અતૂટ જોડીની તસ્વીર પ્રધાનમંત્રી માટે યાદગાર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
સાસણ ગીર અભ્યારણમાં સિંહ પરિવારને મુક્તમને વિહરતા જોવા દેશ – વિદેશના અનેક પર્યટકો ગીરનું મુલાકાતે પધારે છે. જેમાં અલગ અલગ નામથી પ્રખ્યાત અનેક સિંહો જંગલમાં રાજ કરી ચુક્યા છે. અને તેવા સિંહોએ કંડારેલ કેડી અન્ય સિંહોએ પણ જંગલમાં પોતાનું આધિપત્ય સ્થાપી સિંહપ્રેમીઓના દિલમાં જગ્યા બનાવી છે. આજે જયારે ગીર અભ્યારણમાં ડેડકડી રેન્જ તેમજ કેરંભા બીટ વિસ્તારમાં છેલ્લા 7 વર્ષથી જય અને વીરુ આ બંને સિંહોએ પોતાની ટરેટરી બનાવી રાજ કરતા હતા જયારે ઘણા સમયથી વીરુની તબિયત નાદુરસ્ત થતા તેને અંતિમ શ્ર્વાસ લીધા હતા. આ જય અને વીરુની જુગલબંધી તૂટતાં વનવિભાગ અધિકારીઓ અને વનકર્મીઓ સાથે સિંહો પ્રેમીમાં શોક ફેલાયો છે. ગીર અભ્યારણમાં જય – વીરુ નામના બંને સિંહોની જંગલમાં જે ત્રાડ સંભળાતી હતી તેમાંથી હવે વીરુની ત્રાડ સદા માટે સાંત થઇ જતા લોકોમાં શોક સાથે દુ:ખની લાગણી ફેલાઈ છે. ગુજરાત માટે ગીર માત્ર જંગલ નથી, તે ગૌરવ છે. એ એક આગવી ઓળખ છે. અને સાવજની ભૂમિ તરીકે વિશ્વ ફલક પર તેનું બેજોડ નામ છે.જયારે ગીર જંગલોની ભૂમિ પર રહેતા લોકોનું ભાવનાત્મક જોડાણ વધતું જાય છે. ત્યારે ગીરના પ્રસિદ્ધ અને લોકોમાં પ્રિય બનેલા ‘જય’ અને ‘વિરૂ’ નામના બે સિંહો વચ્ચેની પ્રેમાળ અને સંગઠિત જોડી હવે ભૂતકાળ બની ગઈ છે. ગીરના જંગલોમાં સિંહો વચ્ચે વર્ચસ્વની લડાઈ વર્ષોથી ચાલી આવે છે.ત્યારે ત્રણ દિવસ પેહલા વીરુની લડાઈ અન્ય સિંહ સાથે થઇ હતી જેમાં વીરુને આંતરડામાં ઇજા થઇ હતી પેહલા તેને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે સારવારમાં રાખવામાં આવેલ હતો.વિરૂને બચાવવા માટે સમગ્ર વનવિભાગ, પશુચિકિત્સકો, અને જામનગરના વનતારા રેસ્ક્યૂ સેન્ટરની ટીમે તમામ પ્રયાસો હાથ ધર્યા. ડો. મોહન રામના માર્ગદર્શન હેઠળ સતત સારવાર ચાલી રહી હતી. અને જામનગરથી આવેલા વનતારા સેન્ટરના નિષ્ણાતોએ ગિર ખાતે બે દિવસ સુધી રહીને વ્હાલા વિરૂને જીવિત રાખવાનો બધો જ પ્રયાસ કર્યા હતા અંતે સારવાર દરમિયાન વીરુએ અંતિમ શ્વાસ લેતા આજે લોકોના હ્નદયમાં અનેરું સ્થાન છોડી આ દુનિયામાંથી વિદાઈ લીધી હતી.
- Advertisement -
રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ શું કહ્યું
પ્રખ્યાત સિંહોની જોડી જય અને વીરુ તૂટી ગઈ છે! વીરુએ આજે વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. આ ખરેખર સિંહ પ્રેમીઓ માટે દુ:ખ અને દુ:ખનો દિવસ છે. જય અને વીરુ બંને અન્ય સિંહો સાથેની લડાઈ દરમિયાન ઘાયલ થયા હતા અને સારવાર હેઠળ હતા. ડો. મોહન રામના માર્ગદર્શન હેઠળ પશુ ચિકિત્સકો અને નિષ્ણાતોની ટીમના ભારે પ્રયાસો છતાં, વીરુ બચી શક્યા નહીં. જામનગરના વનતારાના નિષ્ણાત ડોકટરોએ પણ છેલ્લા બે દિવસ ગીરમાં તેમની સારવાર માટે વિતાવ્યા હતા. સદનસીબે જયની સ્થિતિ સ્થિર છે, પરંતુ વીરુ, જે ગઈકાલ સાંજથી ભૂખ ગુમાવી ચૂકી હતી, તેનું મૃત્યુ થયું. જય-વીરુનું બચ્ચું 12 બચ્ચા અને 04 માદા સાથે સૌથી મોટા બચ્ચાઓમાંનું એક હતું. હું આ જોડીનું નામ જય અને વીરુ રાખવા માટે પક્ષમાં હતો. તેઓ એટલા પ્રખ્યાત હતા કે આપણા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પણ ગીરની તેમની છેલ્લી મુલાકાત દરમિયાન તેમને જોયા હતા. જય-વીરુની જોડી ગીરમાં એક કાયમી નામ છે અને સિંહ પ્રેમીઓ આ જોડીને હંમેશા યાદ રાખશે. સાગરભાઈ જેવા ફોરેસ્ટર્સ, ટ્રેકર્સ અને ઉત્સાહી સિંહ ચાહકો અને તેમના જેવા બીજા ઘણા લોકો આવનારા દિવસોમાં વીરુની યાદોને યાદ રાખશે.
જય – વીરુ સાથે પ્રધાનમંત્રી મોદીની યાદગાર ક્ષણો
ગીરના સાવજોની ડણકો દેશ – વિદેશમાં સંભળાય છે. એવા ગુજરાતનું ગૌરવ અને ગીરના ઘરેણાં સમાન સિંહોની ડણકોની સુવાસ વધુ પ્રસરે તેના માટે તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખુબ પ્રયાસો કરી ગીર પ્રત્યે અનેરી લાગણી ધરાવે છે ત્યારે થોડા મહિના પેહલા પ્રધાનમંત્રી મોદીએ સાસણ ગીરની મુલાકાત કરી હતી એ સમયે અભ્યારણમાં સફારી દરમિયાન જય – વીરુ આ બંને સિંહની અતૂટ જોડી જોઈને ખુશી વ્યક્ત કરીને પોતાના કેમેરામાં કેદ કરી હતી. એ ક્ષણની તસ્વીર સમગ્ર વિશ્વના નકશામાં મૂકીને જય – વીરુની જુગલબંધીની યાદ હર હંમેશ માટે જોવા મળશે. અને પ્રધાનમંત્રી માટે પણ આ તસવીરો હંમેશા માટે યાદગાર બની રહેશે.
પરિમલ નથવાણીએ ટ્વિટ કરી આ દુ:ખદ ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો
ગીરના ઘરેણાં સમાન બંને સિંહોમાંથી એકની વિદાયથી સિંહપ્રેમીઓમાં દુ:ખ



