મોરબી શહેરની સોની બજારમાં જવેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલાઓ વેપારીની નજર ચૂકવી અઢી લાખની કિંમતની સોનાની 10 જોડી બૂટીની ચોરી કરી નાસી ગઈ હતી જે બનાવ મામલે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને તપાસ ચલાવી હતી ત્યારે બાતમીને આધારે પોલીસે બંને મહિલાઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તા. 15 ના રોજ મોરબીની સોની બજારમાં આવેલ અંબાજી જ્વેલર્સ નામની દુકાનમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલ બે મહિલાઓએ વેપારીની નજર ચૂકવીને 2.50 લાખની કિંમતની 10 જોડી બુટીની ચોરી કરી હતી જે બનાવ અંગે બાદમાં જ્વેલર્સ માલિકને જાણ થતાં તેઓએ એ ડિવિઝન પોલીસને આ ચોરીના બનાવની જાણ કરી હતી જેથી પોલીસે સીસીટીવી કેમેરાની ચકાસણી કરીને તપાસનો ધમધમાટ આદર્યો હતો. તે દરમિયાન બંને મહિલાઓ મોરબીના દરબારગઢ પાસે ચોરી કરેલા દાગીના વેચવા આવી હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ સ્ટાફે ત્યાં જઈને તપાસ કરતા બંને મહિલાઓ પાસેથી ચોરીમાં ગયેલ સોનાના દાગીના મળી આવ્યા હતા જેથી પોલીસે રજીયાબેન મયુદિનભાઈ ખલીફા (રહે. ભવાનીનગર ઢોળો, રામાપીરના ચોક પાસે, હળવદ) અને મરસજીનાબેન ઉર્ફે મુસ્કાનબેન ઈલમદીનભાઈ ખલીફા (રહે. શ્રીનગર સોસાયટી, સાંદિપની સ્કૂલની પાછળ, હલવદ) નામની બંને મહિલાઓની અટકાયત કરી બંને વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં જ્વેલર્સની દુકાનમાંથી દાગીનાની ચોરનાર બન્ને મહિલા ઝડપાઈ
TAGGED:
jewelersshop, jewelery, morbi, police, THEFT
Follow US
Find US on Social Medias


