બ્રિજેશ, કિરણ, ધવલ અને હિતેશની ઈન્દ્રવી માયાજાળ
348 લોકોને ચાર્ટર પ્લેનમાં દુબઈ લઈ જવાની લાલચ આપી હતી, સોનાંના મોબાઈલ અને મોંઘીદાટ ભેટ આપવાની લોલીપોપ પણ દીધી હતી!
રાજકોટ, અમદાવાદ, બરોડા, જામનગર, પોરબંદર, પૂણે સહિત શહેરોના શખ્સો સાથે છેતરપિંડી
સુરતની ચીટર ગેંગે ક્રિપ્ટો કરન્સી – મેગાટ્રોનનાં નામે રોકાણકારોને ફસાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાના મામલામાં રાજકોટમાંથી એકાદ કરોડનો કડદો કરનાર ચીટર ગેંગનો જામનગરના રોકાણકારો પણ ભોગ બન્યા છે, જામનગરના છ લોકો રાજકોટ પોલીસ પાસે દોડી આવ્યા હતા અને પોતાની કથની વર્ણવી હતી. આરોપીઓએ ગુજરાતના મુખ્ય શહેરો ઉપરાંત પૂણેના લોકોને પણ ફસાવ્યા હતા. ચીટર ગેંગે ગુજરાતના બરોડા, અમદાવાદ, રાજકોટ, જામનગર અને પોરબંદરના તથા પૂણેના રોકાણકારોને પોતાની જાળમાં ફસાવ્યા હતા.
- Advertisement -
સુરતના બ્રિજેશ જગદીશચંદ્ર ગડીયાલી, કિરણ વનમાળીદાસ પંચાસરા, ધવલ લહેરી અને હિતેશ ગુપ્તા સામે ઓનલાઈન રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી પોતાની ક્રિપ્ટો કરન્સી બહાર પાડવાની વાતો કરી ઓનલાઈન સ્માર્ટ કોન્ટ્રાક્ટથી રોકાણ કરાવી રોકાણકારો પાસેથી લાખો રૂપિયા ઓળવી ગયાની ફરિયાદ ક્રાઈમબ્રાંચમાં નોંધાઈ છે જેમાંથી મુખ્ય બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. સુરતના ચાર લોકોની ચીટર ગેંગ દ્વારા માત્ર મેગાટ્રોન જ નહીં પરંતુ બીજા કેટલાંક કિમીયાઓ કરી કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા છે. આ ચીટર ગેંગના સભ્યોનું કૌભાંડોનું લિસ્ટ લાબું છે. સુરતની ચીટર ગેંગ દ્વારા રોકાણકારોને દુબઈમાં વર્ષ 2021માં એક સમીટનું આયોજન કરવાનું કહેવાયું હતું.
મહાઠગ બ્રિજેશ ઘડિયાળી
- Advertisement -
આ ટોપ લીડર્સ સમીટમાં કુલ 348 લોકોને પ્રાઈવેટ પ્લેનમાં દુબઈ લઈ જવામાં અને લાવવામાં આવશે એવું જણાવાયું હતું. જેમાં ફર્સ્ટ ક્લાસની 8, બિઝનેસ ક્લાસની 40 અને ઈકોનોમી ક્લાસની 300 સીટ રાખવામાં આવી હતી. 300 સીટમાં બુકિંગ કરાવવા પર સીટ 50 હજાર ડોલર, 40 સીટમાં બુકીંગ કરાવવા પર સીટ 2.5 લાખ ડોલર અને અને 8 સીટમાં બુકીંગ કરાવવા પર સીટ 10 લાખ ડોલર ભરવાનું રોકાણકારોને કહેવાયું હતું. આ રકમ ભરનારને દુબઈની આલિશાન હોટેલ ઙફહળ અહિંફક્ષશિંતમાં અલગ-અલગ સુવિધા ઉપરાંત આઈફોન ગોલ્ડ ભેટ, બ્લેઝર, સૂઝ, ઘડિયાળ સહિતની બ્રાન્ડેડ વસ્તુઓ ભેટમાં અપાશે એવું પણ જણાવાયુ હતું, ચીટર ગેંગની આ લોભામણી ટુર અને ગિફ્ટ પેકેજથી આકર્ષાય રોકાણકારોએ પૈસા પણ ભરી દીધા હતા. રોકાણકારોએ પૈસા ભર્યા બાદ સુરતની ચીટર ગેંગે ઠેંગો બતાવી દીધો હતો અને રોકાણકારોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો હતો.
એક વ્યક્તિને રોકાણકારોની હાજરીમાં મર્સિડિઝની ચાવી આપીને લોકોને ઉલ્લુ બનાવ્યા ટ્રોન-મેગાટ્રોનનાં ચક્કરમાં બધાંને ફસાવ્યા.
આ ટોપ લીડર્સ સમીટમાં કુલ 348 લોકોને પ્રાઈવેટ પ્લેનમાં દુબઈ લઈ જવામાં અને લાવવામાં આવશે એવું જણાવાયું હતું. જેમાં ફર્સ્ટ ક્લાસની 8, બિઝનેસ ક્લાસની 40 અને ઈકોનોમી ક્લાસની 300 સીટ રાખવામાં આવી હતી. 300 સીટમાં બુકિંગ કરાવવા પર સીટ 50 હજાર ડોલર, 40 સીટમાં બુકીંગ કરાવવા પર સીટ 2.5 લાખ ડોલર અને અને 8 સીટમાં બુકીંગ કરાવવા પર સીટ 10 લાખ ડોલર ભરવાનું રોકાણકારોને કહેવાયું હતું. આ રકમ ભરનારને દુબઈની આલિશાન હોટેલ Palm Atlantisમાં અલગ-અલગ સુવિધા ઉપરાંત આઈફોન ગોલ્ડ ભેટ, બ્લેઝર, સૂઝ, ઘડિયાળ સહિતની બ્રાન્ડેડ વસ્તુઓ ભેટમાં અપાશે એવું પણ જણાવાયુ હતું, ચીટર ગેંગની આ લોભામણી ટુર અને ગિફ્ટ પેકેજથી આકર્ષાય રોકાણકારોએ પૈસા પણ ભરી દીધા હતા. રોકાણકારોએ પૈસા ભર્યા બાદ સુરતની ચીટર ગેંગે ઠેંગો બતાવી દીધો હતો અને રોકાણકારોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો
ચીટર ગેંગે Tron Link Proમાં સ્માર્ટ કોન્ટ્રાક્ટ બનાવ્યા બાદ રોકાણકારોને તે સ્માર્ટ કોન્ટ્રાક્ટના આધારે ટ્રોનમાં રોકાણ કરવા જણાવ્યું હતું અને રોકાણ કરવાથી 150 દિવસ સુધી બે ટકા વળતર રોજ મળશે તેવી લોભામણી સ્કીમ આપી હતી. આથી હજારો લોકોએ અલગ અલગ સમયે અલગ અલગ રકમનું રોકાણ કર્યુ હતું. ચીટર ગેંગે થોડા દિવસો આ વોલેટમાં રકમ જમા કરનારને રોજેરોજ બે ટકા વળતર રૂપે ટ્રોન જમા કર્યા હતા. બાદમાં ચીટર ગેંગે પોતે પોતાના મેગાટ્રોન બહાર પાડવાના હોવાનું જણાવી તે મેગાટ્રોન લોન્ચિંગનો ઉદયપુરમાં ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો. ચીટર ગેંગ દ્વારા રોકાણકારોને ટ્રોન અને મેગાટ્રોન કિંમત સરખી જ હશે, તેવો વિશ્વાસ અપાવી મેગાટ્રોનમાં તેમના ટ્રોન ટ્રાન્ફર કર્યા હતા અને તેના વળતર રૂપે 50 ટકા ટ્રોન અને 50 ટકા મેગાટ્રોન આપવાનું કહી તમામ રોકાણકારોના ટ્રોન ઓનલાઈન મેગાટ્રોનમાં ફેરવ્યા હતા. પરંતુ પછી ચીટર ગેંગ દ્વારા બનાવેલા બનાવટી મેગાટ્રોનની કિંમત રૂ. 00.001 થઈ જતાં તમામ રોકાણકારોની રકમ ડૂબી ગઈ હતી.
એક વ્યક્તિને મર્સિડિઝની ચાવી આપી અનેકોને છેતર્યા
ઉદયપુરની હોટેલમાં મેગાટ્રોન ક્રિપ્ટો કરન્સી લોન્ચ નામે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રોકાણકારોને બોલાવવામાં આવ્યા હતા. ચારેય ચીટરોએ રોકાણકારોને કહ્યું હતું કે, જે લોકો દશ દિવસમાં 8 કરોડનું રોકાણ કરશે તેને મર્સિડિઝ બેન્ઝ કાર આપવામાં આવશે, આવી જાહેરાત કર્યા બાદ એક અજાણી વ્યક્તિને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો હતો અને તેને મર્સિડિઝ કારની ચાવી આપવામાં આવી હતી, ખરેખર કોઈ રોકાણકારને ચાવી આપવામાં આવી હતી કે રોકાણકારોને છેતરવા નાટક કર્યું હતું.
ચીટર ગેંગએ ઉદયપુરની વૈભવી હોટલમાં મેગાટ્રોન લૉન્ચિંગનો ઝાકમઝોળભર્યો કાર્યક્રમ કરી રોકાણકારોને જાળમાં ફસાવ્યા હતા.