ખાસ-ખબર સંવાદદાતા
શુક્રવારે દરમાં ફેરફાર અંગે નિર્ણય જાહેર કરવામાં આવશે.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અનુસાર દરોમાં 0.50 ટકાનો વધારો નિશ્ચિત છે. આજથી ભારતીય રિઝર્વ બેંકની ત્રણ દિવસીય નાણાકીય નીતિ સમિતિની બેઠક શરૂ થઈ રહી છે. ઊંચા ફુગાવાના દર પર લગામ લગાવવા માટે આરબીઆઈ(છઇઈં) ફરી એકવાર રેપો રેટ(છયાજ્ઞ છફયિં)માં વધારો કરી શકે છે. યુએસ ફેડરલ રિઝર્વ સહિત વિશ્વની અન્ય મુખ્ય સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરોમાં વધારાને અનુરૂપ આરબીઆઈ પણ રેપો રેટમાં વધારો કરી શકે છે. ખઙઈની ભલામણોના આધારે છઇઈંએ જૂન અને ઓગસ્ટમાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. અગાઉ મે મહિનામાં કેન્દ્રીય બેંકે તેની અચાનક બેઠકમાં વ્યાજ દરમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં ખઙઈની બેઠક 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. દરો અંગેનો નિર્ણય શુક્રવારે એટલે કે 30 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે.
નિષ્ણાતોના મતે કેન્દ્રીય બેંક ફરી એક વખત કી પોલિસી રેટ રેપોને 0.50 ટકા વધારીને 5.9 ટકાના ત્રણ વર્ષની ટોચે લઈ શકે છે. તે હાલમાં 5.4% પર છે. આરબીઆઈએ મે મહિનાથી રેપો રેટમાં 1.40 ટકાનો વધારો કર્યો છે. બેન્ક ઓફ બરોડાએ એક અહેવાલમાં જણાવ્યું છે કે ગયા અઠવાડિયે ફેડરલ રિઝર્વ દ્વારા દરમાં વધારો કર્યા બાદ વિદેશી વિનિમય બજારમાં તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને આ વખતે નાણાકીય નીતિ પર વધુ બારીકાઈથી નજર રાખવામાં આવશે. રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે આગામી ખઙઈ મીટિંગમાં છઇઈં ફરી એકવાર રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરી શકે છે.