મહેશ પુરોહિત
જ્યાં વાત માત્ર દેશો વચ્ચે નહીં, પણ ઈશ્ર્વર, ધર્મ અને વંશ પરંપરાના દાવપેચ વચ્ચે ચાલે છે
- Advertisement -
આપણે ત્યાં ઘણા લોકો ક્ધફ્યુઝ છે કે ઈઝરાયેલનો સાથ આપવો કે ઈરાનનો? અમેરિકાનો સાથ આપવો કે ઈરાનનો? પેલેસ્ટાઇનનો સાથ આપવો કે ઈઝરાયેલનો? જયારે આપણે ત્યાં ઘણા લોકો સ્યોર જ હોય છે જે પેલેસ્ટાઇન, ગાઝા, ઈરાનની સાથે જ હશે અને હશે.
તો એક બાજુ આટલુ ક્ધફ્યુઝન અને એક બાજુ આટલી સ્પષ્ટતા કેમ છે? ક્ધફ્યુઝ એ લોકો છે જે એમ સમજે છે કે આ બે દેશની લડાઈ છે અને સ્પષ્ટ એ લોકો છે જે લોકોને ખ્યાલ છે કે આ ધર્મની લડાઈ છે. જેના મૂળવા સદીઓ જૂના છે આજનાં નથી.
તમે છેલ્લી એક બે સદીમાં થયેલા યુદ્ધને જુઓ તો તે યુદ્ધ પશ્ચિમ અને મિડલ ઇસ્ટમાં જ વધુ થયા છે. આ વિસ્તારમાં મુખ્ય ત્રણ ધર્મ છે.
1. યહૂદી 2. ઈસાઈ 3. મુસ્લિમ! આ ત્રણેય ધર્મને અબ્રાહ્મીક ધર્મ કહેવામાં આવે છે. હવે આ અબ્રાહ્મીક ધર્મ એટલે વળી શું?આજથી 4,000 વર્ષ પહેલા ‘અબ્રાહ્મ‘ નામના એક ઈશ્વરીય અવતાર થઇ ગયા. તેમણે જોયું કે બધા આપણી આજુબાજુ મૂર્તિ પૂજા કરે છે અને એકથી વધુ ઈશ્વરને પૂજે છે. માટે તેમણે કહ્યું કે આપણે એક જ ઈશ્વર (અલ્લાહ) ને પૂજવાના છે. મને ભગવાન સ્વયં આવીને કહી ગયા છે. ત્યારથી તેઓ તે વિસ્તારનાં આસ્થાનાં કેન્દ્ર બન્યા.
તેઓનો જન્મ હાલના ઇરાકમાં થયો હતો ત્યાર બાદ ધર્મની સ્થાપના કાબામાં કરીને જીવન વિતાવ્યું હાલનાં ઈઝરાયેલમાં! જો કે તેમનું જીવન પણ સંઘર્ષમય જ રહ્યું, જે પ્રત્યેક અવતારનું રહેતું જ હોય છે.
પણ અહીંયાથી જન્મ થયો એક ઈશ્વરને માનનારા અને એક પવિત્ર બુક આધારિત જીવનારા ધર્મનો.
‘અબ્રાહ્મ‘ને બે દીકરા હતા આઈઝેક ( ઈંતફફભ ) અને ઇસ્માઇલ ( ઈંતળફશહ ), આ બંને દીકરા પણ પિતાનાં નકશે કદમ પર જ હતા. આ બન્નેને પિતાએ પ્રોમિસ આપેલું કે હું જન્નત જાઉં ત્યારે ભવ્ય વારસો છોડીને જઈશ. દીકરા જયારે મોટા થાય છે, ત્યારે તેઓ પરિવાર સહ હાલના ઈઝરાયેલમાં રહેવા આવી જાય છે. બન્ને દીકરા પોતાના પિતાની શિક્ષા અનુસાર જીવન વિતાવે છે. એ લોકોને અલગ અલગ વિસ્તાર મળી જાય છે જેના પર એમનું શાસન ચાલે છે. (ઘણા બધા સંઘર્ષ પણ થાય છે.)
આઇઝેક (ઈંતફફભ) નો વંશ વેલો આગળ વધે છે. તેમણે બે જુડવા દીકરા થાય છે, જેકોબ અને ઇસાઉં. જેમાં અબ્રાહમ અને આઈઝેકનો વારસો આગળ વધારવાની જવાબદારી જેકોબને મળે છે. જેકોબ અલ્લાહને પ્રાર્થના કરે છે એટલે તેણે 12 દીકરા થાય છે અને તેનું નામ પણ અલ્લાહ જેકોબમાંથી ઈઝરાયેલ કરી નાંખે છે. (આના પરથી આજના ઈઝરાયેલનું નામ છે.)
અબ્રાહ્મના બંને દીકરાના વંશજોએ ધરાવેલી ધાર્મિક દાવેદારીઓથી શરૂ થયેલો વિવાદ આજે રાજકીય અને ભૂગોળીય યુદ્ધ બની ગયો છે – અને ઘણીવાર લોકો એ સમજ્યા વિના મત બનાવે છે
હવે આ 12 દીકરાને ‘બની ઈઝરાયેલ’ કહેવાયા, જેમાં મોસેસ (ખજ્ઞતયત) નામનો દીકરો હતો તેમણે એક પુસ્તક લખ્યું તોરાહ (ઝજ્ઞફિવ) જેમાં અબ્રાહ્મ અને આઇઝેકના વિચારો સાથે કેટલુંક અપડેટ કરવામાં આવ્યું, એ પણ ઈશ્વરની સાક્ષીથી લખાયું છે. (જેમ શિક્ષક બાળકને હોમવર્ક આપે એ રીતે ખજ્ઞતયત એ હોમવર્ક કરતાં કરતાં આ લખ્યું એવી માન્યતા) પણ એમાં એક બાબત એવી લખવામાં આવી કે આ પૃથ્વીને બચાવનાર મસીહા અંતે આવશે અને પૃથ્વી પર શાંતિ સ્થાપશે. (આ વાક્ય યાદ રાખજો) આ માન્યતા સાથે જીવતા લોકો એટલે આજના યહૂદીઓ. આ રીતે આજથી 3,300 વર્ષ પહેલા યહૂદી ધર્મની સ્થાપના થઇ.
- Advertisement -
યહૂદી ધર્મની સ્થાપનાના 1,300 વર્ષ બાદ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે. જે પોતે યહૂદી હતા એવી માન્યતા છે. ઈસુ ખ્રિસ્તે ઈશ્વરના આદેશથી ‘બાઇબલ’ લખી અને થયો ઈસાઈ ધર્મનો જન્મ. ઈસાઈ લોકોનો દાવો છે કે તોરાહમાં લખેલા મસીહા કોઈ નહીં પણ આ ‘ઈસુ ખ્રિસ્ત’ જ છે. (ઉપર એક વાક્ય યાદ રાખવાનું કીધું હતું તે ફવશુફ લાગુ પડે) જયારે યહૂદી લોકોએ આ સ્વીકાર્યું નહીં. અહીંયાથી ઈસાઈ અને યહૂદી છુટા પડ્યા જે બન્ને અબ્રાહ્મના દીકરા આઇઝેકના જ વંશજ હતા. આ બન્ને વચ્ચે માથાકૂટ એક મસીહા બાબતે છે અને બીજું કે ઈસાઈ એવું માને છે કે ઈસુ ખ્રિસ્તને સુળી પર ચડાવવાવાળા યહૂદીઓ જ હતા.
હવે, આપણે આવીએ અબ્રાહ્મના દીકરા ‘ઇસ્માઇ‘ પર, તે તેમની અન્ય પત્નિના દીકરા હતા. વહીવટના ભાગરૂપે તેમને વર્તમાન આરબ પ્રદેશ આપવામાં આવ્યો. તેમને પણ 12 દીકરાઓ હતા, જે આરબની અલગ અલગ ટ્રાઇબના રાજા બની ગયા, પણ વર્ષો વીતતા આ લોકો ‘અબ્રાહ્મ‘ની ઈશ્વર એક જ છે તે ભૂલી ગયા અને ફરીથી મૂર્તિ પૂજા, પ્રકૃતિ પૂજામાં પડી ગયા. માટે આજથી 1,400 વર્ષ પૂર્વે મુંહમદ પેગમ્બર સાહેબનો જન્મ થાય છે અને તે અલ્લાહની સાક્ષીમાં લખે છે ‘કુરાન‘. અહીંયા થાય છે ઇસ્લામનો જન્મ. ફરીથી અહીંયા મૂર્તિપૂજા પર પ્રતિબંધ લાગે છે અને ઈશ્વર એક જ છે અલ્લાહનો વિચાર પ્રબળ બને છે.
આ ત્રણેય ધર્મના પિતા એક જ હતા છતાં પણ એ લોકો વચ્ચે ઝઘડા શેના ચાલે છે? પહેલો ઝઘડો તો મસીહાનો છે. યહૂદી માને છે કે તોરાહમાં લખ્યું છે એમ મુજબ હજુ મસીહા આવ્યા નથી માટે અમે ઈસુ ખ્રિસ્ત અને મુંહમદ પયગબરને મસીહા માનતા નથી. ઈસાઈ કહે છે કે ઈસુ ખ્રિસ્ત જ તોરાહમાં લખેલા મસીહા (જેને એ લોકો તજ્ઞક્ષ જ્ઞર લજ્ઞમ પણ કહે છે) છે. ઇસ્લામ એવું માને છે કે તમામ ભૂલો સુધારીને સૌથી અપડેટ થયેલું વર્જન અમારું છે અને મહંમદ સાહેબે કીધું તે જ અંતિમ સત્ય છે.
આ સિવાય પણ એક મોટી માથાકૂટ છે, હાલનું ઈઝરાયેલ. આ સ્થળ ત્રણેય માટે ખુબ મહત્વનું છે. જેરુશ્લેમ (યેરુશ્લેમ પણ કહે છે) યહૂદીઓ માટે એટલે મહત્વનું છે કે અબ્રાહ્મની ઈશ્વરે પરીક્ષા લેવા માટે તેના દીકરાનું બલિદાન આપવા માટે કહ્યું તો અબ્રાહ્મ ‘આઈઝેક’નું બલિદાન આપવા તૈયાર થયા હતા, પણ ઈશ્વરે અંતિમ ઘડીએ કહ્યું કે તમે પરીક્ષામાં પાસ થયા છો માટે બલિદાન આપવું જરૂરી નથી. યહૂદી ધર્મનું નામ જેમના પરથી પાડ્યું એ ઉીંવફત ના દીકરા સોલોમોને જેરુશ્લેમમાં ટેમ્પલ માઉન્ટ બનાવ્યું એવું કહીને કે આઇઝેકના બલિદાનની ઘટના અહીંયા જ બની હતી. બીજું કે એ લોકો માને છે ‘આ જમીન સાચવવાની જવાબદારી અમને સોંપવામાં આવી છે.’ માટે આ લોકો 3,500 વર્ષથી આ સ્થળ મેળવવા પ્રયત્ન કરે સફળ થાય અને પાછું છૂટી જાય છે.
ઈસાઈ ધર્મ માટે જેરુશ્લેમ એક તો આઇઝેકના બલિદાનવાળી વાત અને બીજું કે ઈસુ ખ્રિસ્તના મૃત્યુ બાદ (ક્રોસ પર ચડાવ્યા) તે ત્રણ દિવસ પછી જીવિત થયા હતા અને તે જેરુશ્લેમમાં દેખાયા અને અહીંયાથી સ્વર્ગની યાત્રા કરી એ પોઇન્ટ એટલે ‘હોલી ચર્ચ’ એ પણ ત્યાં જ આવેલું છે.
ઇસ્લામમાં આ સ્થળ એટલા માટે મહત્વનું છે કે મુંહમદ પેયગમ્બર સાહેબે મક્કાથી જેરુશ્લેમની યાત્રા કરી અહીંયા આવ્યા અને ત્યાંથી જન્નતશીન થયા. એ સ્થળ એટલે ‘અલ અક્સા મસ્જિદ‘ આમ મક્કા અને મદીના બાદ આ સ્થળ એ લોકો માટે ત્રીજું મહત્વનું ધાર્મિક સ્થળ છે. આ ઉપરાંત એક માન્યતા એવી છે કે બલિદાનવાળી વાત આઇઝેકની નહોતી પણ ઇસ્માઇલની હતી.
હવે કોણ સાચો અબ્રાહ્મનો ફોલોવર, કોણ મસીહા અને કોનું જેરુશ્લેમ આ બાબતે આ ત્રણેય 2,000 વર્ષથી લડતા આવ્યા છે અને આગળ પણ આ લડાઈ ચાલુ જ રહેશે. (ઘણીવાર અબ્રાહ્મ એકોર્ડ અંતર્ગત શાંતિ સ્થાપવા માટે પ્રયત્નો પણ થયા છે.) આમ આજે ઘણા લોકો કહે છે કે આ બધું તેલ માટે થાય છે, હથિયાર વેચવા માટે થાય છે વગેરે વગેરે! પણ આ બધા ગૌણ કારણો છે મુખ્ય કારણ આ ધાર્મિક છે. એ લોકોના બાળકોને નાનપણથી જ આ હિસ્ટ્રી ભણાવવામાં આવે છે. માટે કોઈ દિવસ શાંતિ થવાની નથી અને થશે પણ નહીં. મોમબત્તી ગેંગ અને અન્ય શાંતિની વાતો કરતી ગેંગ ફક્ત આપણાં લોકોને ભ્રમિત કરવા માટે જ હોય છે.
પેલેસ્ટાઇન ચોપટ થઇ ગયું હાર માની? યહૂદીઓને સદીઓ સુધી આખા વિશ્વમાં પ્રતાડિત કરવામાં આવ્યા, શું એ લોકોએ હાર માની? ઈસાઈઓએ અગણિત યુદ્ધ લડ્યા શું હાર માની? નહીં જ માને એ લોકો આવી જ રીતે લડતા રહેશે. અને આ લોકો આપણને શાંતિના પાઠ શીખવે છે પાછા. 2,000 વર્ષથી જેરુશ્લેમ માટે લડાઈઓ ચાલુ છે કેમ કોઈ ત્યાં હોસ્પિટલ બનાવવાનું નથી કેતા? જે પાછા રામમંદિર વખતે સલાહ આપતાં હતા. બીજું, આપણે કોઈ દિવસ એવું બન્યું કે કૃષ્ણના ભક્તોએ શિવ ભક્તો પર હુમલો કરી મુક્યો? અને કોઈ લડાઈ થઇ! બિલકુલ નથી થઇ. અરે અંદર અંદર લડાઈ તો છોડો આપણે અન્ય કોઈ ધર્મ પર પણ ચડાઈ નથી કરી. કારણ કે અબ્રાહ્મીક ધર્મ ઓર્ગેનાઈડઝ છે બુકનો આદેશ માને છે જયારે આપણે એક વહેતી નદીની જેમ છીએ. કોઈ આદેશ નથી પણ આદર્શ સ્થિતિ કહેવામાં આવે છે જે આપણી મરજીએ પાલન કરીએ.
ઉપરની બાબતથી શીખ એ જ છે કે વિશ્વ તમારી સાથે સમય આવ્યે તમારો ધર્મ જોઈને જ વર્તન કરશે.
હવે, સમજાયું કે આપણે ત્યાં અમુક લોકો પોતાનો પક્ષ રાખવા માટે કેમ એક્દમ સ્પષ્ટ છે?