આ વર્ષે ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બહરિન યાત્રા દરમિયાન મંદિરના નિર્માણને લઈને જમીનને ભેટના રૂપમાં આપવાની જાહેરાત કરી હતી
ખાસ-ખબર સંવાદદાતા
પાછલા દિવસોમાં ભારતમાં પયગંબર મોહમ્મદને લઈને ચાલી રહેલા વિવાદમાં બહરીને ભલે વિરોધ વ્યક્ત કર્યો હોય પરંતુ તેમ લાગે છે કે વિવાદની અસર ભારત અને બહરીનના સંબંધો પર પડી નથી. કારણ કે બહરીનમાં પ્રસ્તાવિત હિન્દુ મંદિરનું નિર્માણ જલદી શરૂ થવાનું છે.
- Advertisement -
આ કડીમાં આ પ્રોજેક્ટના પ્રતિનિધિઓએ મુલાકાત કરતા તેને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. આ મુલાકાતમાં બહરીનમાં ભારતીય રાજદૂત પીયૂષ શ્રીવાસ્તવ પણ હાજર હતા.
હકીકતમાં બહરીનના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી પ્રિન્સ સલમાન બિન હમદ અલ ખલીફાએ મંગળવારે સ્વામી બ્રહ્મવિહારીદાસ અને ઇઅઙજ સ્વામીનારાયણ સંસ્થાના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બહરીનમાં બનનારા સ્વામીનારાયણ હિન્દુ મંદિરના નિર્માણને લઈને ચર્ચા થઈ છે. આ વર્ષે એક ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બહરિન યાત્રા દરમિયાન આ મંદિરના નિર્માણને લઈને બહરીને જમીનૃ ભેટના રૂપમાં આપવાની જાહેરાત કરી હતી.
આ સાથે યૂએઈ બાદ બહરિન મધ્યપૂર્વનો બીજો દેશ હશે, જ્યાં ભવ્ય હિન્દુ મંદિર બનશે. અબૂધાબી સ્થિત હિન્દુ મંદિરના પ્રમુખ પૂજ્ય બ્રહ્માવિહારી સ્વામી અને સ્વામીનારાયણ સંસ્થાના પ્રતિનિધિમંડળે મનામામાં શાહી મહેલમાં ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરી હતી. બહરિન મધ્યપૂર્વનો બીજો દેશ છે, જ્યાં બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ કરશે. મંદિરના નિર્માણ માટે બહરિન સરકારે જમીન દાન કરી છે.