-આર્ટીક તથા એટલાન્ટીક સમુદ્ર વચ્ચે આવેલા ટાપુમાં હિમ શીલાઓ પીગળવા લાગી

ડેનમાર્કના એક ભાગ તરીકે ઉત્તર અમેરિકાના ટાપુ ગ્રીન લેન્ડએ આર્ટીક તથા એટલાન્ટીક સમુદ્ર વચ્ચે આવેલુ છે અને તે કેનેડાના આર્ટીકની પૂર્વ બાજુએ છે અને તે વિશ્વનો સૌથી મોટો ટાપુ ગણાય છે સતત હિમથી છવાયેલો રહે છે પરંતુ હવે ગ્લોબલ વોર્મિંગના કારણે આ ટાપુનું ઉષ્ણતામાન સતત વધી રહ્યું છે અને હાલમાં જ થયેલા એક સર્વેમાં જણાવાયું કે છેલ્લા એક હજાર વર્ષમાં જેટલું ઉંચુ તાપમાન આ ટાપુ ઉપર નોંધાયુ નથી તેટલું 1995 બાદ નોંધાઇ રહ્યું છે.

ગ્રીનલેન્ડના આઇસ કવર એટલે કે હિમના પડ પણ હવે તૂટવા લાગ્યા છે. અત્યાર સુધી અહીં ગ્લોબલ વોર્મિંગની અસરના સીધા સંકેત ન હતા. પરંતુ હવે વધી રહેલા ઉષ્ણતામાનને કારણે તે 1.5 ડિગ્રી સેલ્સીયસ વધુ ગરમ બન્યો છે. 1995 બાદ અહીં હિમ પર્વત અંગે કોઇ સર્વે થયો ન હતો. 2011ના ડેટા કહે છે કે 1990થી 2011 સુધી જે ઉષ્ણ તાપમાન વધ્યું તે પણ હવે અસર દેખાડી રહ્યું છે.

અહીંના હિમ કવરનો અભ્યાસ હવે ગંભીરતાથી ચાલુ કરાવામાં આવે છે જેના અભ્યાસમાં જણાવાયું હતું કે, પ્રથમ 800 વર્ષમાં ઉષ્ણતામાનથોડુ થોડુ નીચે જતુ હતું અને તેના કારણે હિમ કવર વધતા હતા. પરંતુ 1990 બાદ તે અચાનક જ ઉષ્ણ તાપમાનમાં વધારો નોંધાયો તેની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને અહીં માનવીય પ્રવૃતિ વધતા ઉષ્ણ તાપમાનની ઝડપ પણ તિવ્ર બની છે.