સોખડાની સરકારી શાળામાં આચાર્યનો શિક્ષકો સાથે વિવાદ
એક શાળાના આચાર્ય વિદ્યાર્થીઓ પાસે ઘરકામ કરાવતા તો અન્યની બેદરકારીથી વિદ્યાર્થી દાઝી ગયો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ તાલુકાના સોખડાની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય બાદ મઘરવાડા અને સાઇપરની શાળાના બે શિક્ષકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સસ્પેન્ડ કરી નાંખવામાં આવ્યા છે. જેના પગલે આ પ્રકરણ શિક્ષણ જગતમાં ચર્ચાના એરણે ચડ્યું છે. મઘરવાડા સરકારી શાળાના આચાર્ય દિપક વાછાણી દ્વારા વિદ્યાર્થીઓને કાર વોશ કરાવવામાં આવતી હતી. જે અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.આ ઉપરાંત સાઈપરની સરકારી શાળાના શિક્ષક દિલીપ પંચાલ દ્વારા શાળામાં પાઇપલાઇન તૂટી ગઈ હોવાથી ખાડો ખોદયો હતો. આ દરમિયાન પ્લાસ્ટિકની પાઇપલાઇનના મરામત માટે સેનેટાઇઝર છાંટી તાપ કરવામાં આવ્યો હતું. જેને કારણે શિક્ષક અને તેની બાજુમાં બેઠેલો વિદ્યાર્થી દાઝી ગયો હતો, જેથી આ ઘટનામાં શિક્ષકને સસ્પેન્ડ કરાયા છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટના સોખડાની સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચે છેલ્લા લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. આ દરમ્યાન આચાર્ય ઉષાબેન ચાવડા દ્વારા ધમકી અપાતા આ શાળાના અન્ય 5 શિક્ષકો પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિક્ષિત પટેલને પણ આ બાબતે રજૂઆત કરી હતી.
આચાર્ય અને શિક્ષકોના આ વિવાદને લઇને વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થતી હોય આ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારી તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જેના રિપોર્ટ બાદ પ્રાથમિક શિક્ષણાધિકારી પટેલ દ્વારા આ શાળાના આચાર્ય ઉષાબેન ચાવડાને સસ્પેન્ડ કરી તેમનું હેડ ક્વાર્ટર ગોંડલ તાલુકાના વેકરી ગામની શાળામાં નિયત કરી દેવાયું હતું.
જે બાદ મઘરવાડા ગામની સરકારી શાળાના આચાર્ય દિપક વાછાણી પણ વિદ્યાર્થીઓ કારવોશ સહિતના કામ કરાવવામાં આવતા હતા. તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તેને પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને તેમાં એવું સામે આવ્યું હતું કે આ આચાર્ય વિદ્યાર્થીઓ પાસે પોતાના ઘરના કામો કરાવે છે જેને ધ્યાનમાં રાખીને આ આચાર્યને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. તેની સાથોસાથ સાઇપર ગામની સરકારી શાળાના શિક્ષક દિલીપ પંચાલને પણ સસ્પેન્ડ કરી નાંખવામાં આવ્યા હોવાની વિગતો મળે છે. સાઇપરની શાળામાં પાણીની પાઇપ લાઇન તુટી ગઈ હતી, જેથી તેના મરામત કામ માટે ખાડો ખોદવામાં આવ્યો હતો.જેમાં પ્લાસ્ટિક પાઇપલાઇનની મરામત કામ માટે સેનેટાઇઝટ છાંટી તાપ કરવામાં આવ્યો હતો. જોકે આ દરમ્યાન દિલીપ પંચાલ અને તેમની બાજુમાં બેઠેલો વિદ્યાથી દાઝી જતાં બેદરકારી દાખવવા બદલ દિલીપ પંચાલને સસ્પેન્ડ કરી નંખાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.