ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
પાલિતાણાના હસ્તગીરી રોડ ઉપર આવેલ ભૂતેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ, પાલીતાણા સરવૈયા પરિવાર કિરીટસિંહ સરવૈયા મહેન્દ્રસિંહ સરવૈયા ભૂતેશ્વર મહાદેવ સેવક સમુદાય તથા ભુતેશ્વર મહાદેવ મહંત કે.વા. મહારાજગીરી રૂપગીરી પરિવાર શ્રીરામ ચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવેલ છે. આ કથાનું રસપાન મહાવીરદાસ બાપુ અગ્રાવત દ્વારા સરળ, આધ્યાત્મિક અને સંગીતમય શૈલીમાં કરાવાશે. કથાનો પ્રારંભ તા.29.7.25 ને મંગળવાર થયો અને તા.6.8.25 ને બુધવારના કથા વિરામ લેશે. કથાનો સમય દરરોજ બપોરના 3 થી 6 નો રહેશે. જ્યારે દરરોજ સાંજે 6:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. કથા દરમિયાન શિવ પાર્વતી વિવાહ, રામ જન્મ મહોત્સવ, બાળલીલા, સીતારામજી વિવાહ, વનગમન, હનુમંત ચરિત્ર, રામેશ્વર સ્થાપના તેમજ રાજ્યાભિષેક સહિતના પાવન પ્રસંગોનું અમૃતપાન કરાવાશે